Vadodara

જો કમાટીબાગમાં પૂર આવે તો પશુ,પક્ષી ઉંચાઈએ જઈ શકશે

વડોદરા: ગુજરાતનો એક માત્ર ગાર્ડન એવો છે કે જેના મધ્યમાંથી વિશ્વામિત્રી નામની નદી પસાર થાય છે. આ નદીમા જો પૂર આવે તો સયાજીબાગના પ્રાણીઓના જીવ જોખમમા મુકાય છે. વિશ્વામિત્રી નદી શહેરના સયાજીબાગ ઝૂમાંથી પસાર થતી હોવાથી પશુ-પક્ષીઓ માટે પૂરના સમયે બચાવ કામગીરી મોટો પડકાર સાબિત થાય છે. ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, જેને પગલે સયાજીબાગ ઝૂ તંત્ર હવે પશુ-પક્ષીઓ પૂરની સ્થિતિમાં બચાવવા માટે સજ્જ બની ગયું છે. ઝૂમાં રી-ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. આ ઝૂ માં બે મોટા પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને આ બે મોટા પ્રોજેક્ટ જે બનાવ્યા અને એમાં જે નવા પિંજરાઓ અને નવા ઇન્ક્લોઝર ડિઝાઇન કર્યા એમાં સંપૂર્ણપણે પુર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પ્રાણીઓને સુરક્ષિત રીતે ઊંચાઈવાળા વિસ્તાર પર જઈ શકે એવી પૂર્ણ ડિઝાઈનમાં પહેલાથી તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. માંસાહારી પ્રાણીઓના પિંજરાઓ છે, જેમાં નાઈટ હાઉસમાં આપણે ઊંચા પ્લેટફોર્મ બનાવ્યા છે, જેના પર પ્રાણીઓ ચડીને પૂરની સ્થિતિમાં પણ સુરક્ષિત રહી શકે.

Most Popular

To Top