Charchapatra

જો દેશસે કરે પ્યાર, વો વોટીંગસે કૈસે કરે ઈન્કાર

ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્યમાં તા. 1લી અને 5મી ડિસેમ્બર ફાઈનલ થઈ ગઈ છે ત્યારે લોકશાહીને જીવંત રાખવા આપણે સહુએ મતદાન અચૂક કરવા જવું જોઈએ. કામો થતાં નથી ની ફરિયાદ ન કરતાં આપણે જાગૃત નાગરિકોએ અચૂક મત આપવો જ જોઈએ. સમાજસેવાને વરેલા માનવંતા ઉમેદવારો છે. મત આપી લોકશાહીને બચાવવાના ભગીરથ કાર્યમાં આપણો મૂલ્યવાન ફાળો આપવો જ જોઈએ. એક અહેવાલ મુજબ 2015 થી 2020 સુધીમાં ચૂંટણીપંચે રૂા. 6500 (પાંસેઠસો) કરોડ રૂા. ખર્ચ કર્યાનો અહેવાલ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ પોલીસતંત્ર અને શિક્ષક મિત્રો આ પવિત્ર કાર્યમાં જોતરાય છે. જ્યાં એકલદોકલ મતદાતા હોય ત્યાં પણ ચૂંટણીપંચ જઈને બુથ-મતદાન કેન્દ્ર ગોઠવે છે. એક મત માટે પણ કેટકેટલી મહેનત? આપણે પણ જાગૃત મતદાર તરીકે સરપંચ, તાલુકા-જિલ્લા પંચાયત, મ્યુ. કમિશનરશ્રી, કલેકટર સાહેબ, મામલતદાર, પોલીસ અધિકારીઓને આપણી ફરિયાદ રજૂ કરવા એકજૂથ થવું જ પડશે. યુવા મિત્રો અમને તમારી સમજશક્તિમાં ખૂબ વિશ્વાસ છે.
સુરત     – ભગુભાઈ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મોબાઈલ સેવાની મનમાની
હાલ ઘણા સમયથી મોબાઈલ સેવા આપનાર કંપનીઓએ ઈનકમીંગ ફોન ચાલુ રાખવા માટે ફરજીયાત રીચાર્જ વાઉચર ચાલુ કર્યા છે. આમ તો પહેલાં જ્યારે કુપન કરાવતા ત્યારે વર્ષ 2032 સુધીની વેલીડીટી આપી હતી તો હાલ કેમ ઈનકમીંગ માટે કુપનો કરાવવી પડે છે. જ્યાં સુધી 2032નું વર્ષ પૂરું ના થાય ત્યાં સુધી ઈનકમીંગ ચાલુ રાખવાનું રીચાર્જ તાત્કાલિક અસરથી બંધ કરી દેવું. આ માટે ટ્રાઈ પણ કંઈક પગલાં લે તે ખૂબ જરૂરી છે. ઈન્ટરનેટની વાત કરીએ તો 5G સુધી આવી ગયા છીએ પણ ઘણી જગ્યાએ ઈન્ટરનેટ ખૂબ જ ધીમું ચાલે છે. 4G ની સ્પીડવાળું પણ ઈન્ટરનેટ વ્યવસ્થિત ચાલતું નથી. ગોળગોળ ફર્યા કરે છે.

અમલસાડ રેલ્વે સ્ટેશનના પશ્ચિમ વિસ્તારમાં એક બે કંપનીના ઈન્ટરનેટ તો ચાલતાં નથી પણ ફોન ઉપર વ્યવસ્થિત વાત કરી નથી શક્તા. વચ્ચે અવાજ આવતો જ નથી અને ઈનકમીંગ સેવા ચાલુ રાખવા રિચાર્જ લાવ્યા છે. પહેલાં તો ગ્રાહકોને વ્યવસ્થિત કોલિંગ અને ઈન્ટરનેટ સેવા સુધારવાની જરૂર છે. જો સેવા વ્યવસ્થિત હશે તો જ ગ્રાહકોને ફાયદો થશે. એટલે મોબાઈલ સેવા આપનારે તાત્કાલિક અસરથી ઈન કમીંગ ચાલુ રાખવા માટેની રિચાર્જ સીસ્ટમ બંધ કરી 2032 સુધી તો ફ્રી ઈનકમીંગ સેવા આપવી ફરજીયાત છે. કારણ કે પહેલાં રીચાર્જ કરાવતા ત્યારે 2032 સુધીની વેલીડીટીનો મેસેજ આવતો હતો એ કેમ ભૂલી જવાય છે. હાલ તો સરકારે BSNLનો ખાસ વિકાસ કરવો જરૂરી છે.  BSNL સરકારી છે તો સરકારે જ પ્રાઈવેટ કંપની કરતાં પણ વધુ સક્ષમ કરવું જરૂરી છે.
વડોદરા  – જયંતીભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top