Gujarat Main

કોંગ્રેસના સીનિયર અગ્રણી દારૂ પીવે છે કે કેમ તેની મને ખબર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

મહાત્માં ગાંધીજીના ગુજરાતમાં ભાજપની સરકરા દારૂબંધીને વરેલી છે. કોંગ્રેસના સીનિયર અગ્રણી દારૂ પીવે છે કે કેમ ? ભરતસિંહજી પાસે દારૂનું લાયસન્સ છે કે કેમ ? તેની મન ખબર નથી. અલબત્ત ભાજપની સરકાર દારૂ બંધીમાં છૂટછાટ આપવા માંગતી નથી. ગઈકાલે હિમતનગરમાં હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક થી ગયુ હોવૈની ઘટનાની તપાસ ચાલી રહી છે.

જેમા સ્પે. સીટ બનાવવામાં આવી છે. ખાસ કરીને જે ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયાની ફરિયાદ પેદા થવા પામી છે, તે સ્થળ પર તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસમા જો ખરેખર પેપર લીક થયેલુ હશે તો , સરકાર આકરા પગલા ભરશે. હું તો સામે ચાલી ને કહું છું કે ભ્રષ્ટાચાર ચાલતો હોય તો મને જાણ કરો, હુ પગલા ભરીશ.

Most Popular

To Top