SURAT

સુરત જિલ્લામાં 2 વર્ષમાં 7 મુસ્લિમોએ હિન્દુ ધર્મ અંગિકાર કર્યો

સુરત: (Surat) સુરત જિલ્લા કલેક્ટર (Collector) કચેરીના તાબા હેઠળના આવતા વિસ્તારોમાં ધર્મ પરિવર્તનની (Conversion) અરજી ઉપર સુરત જિલ્લા કલેક્ટરે નિર્ણય કરવાનો હોય છે. ગુજરાત ધર્મ સ્વતંત્ર નિયમ 2008ના નિયમ-4(1) હેઠળ કલેક્ટરને આ પરવાનગી આપવામાં આવી છે. જે મુજબ કલેક્ટર તેમની પાસે આવતી અરજીઓનો નિકાલ કરતા હોય છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2 વર્ષમાં સુરત જિલ્લાના 7 મુસ્લિમોએ મુસ્લિમ ધર્મનો ત્યાગ કરી હિન્દુ ધર્મ અંગિકાર કર્યો છે. 9 મુસ્લિમોએ ધર્મ પરિવર્તન માટે મંજૂરી માંગી હતી. જેમાંથી સાત મુસ્લિમોને ગુજરાત ધર્મ સ્વતંત્ર નિયમ 2008ના નિયમ-4(1) હેઠળ પરવાનગી આપવામાં આવી છે.

  • સુરત જિલ્લા કલેકટરે ધર્મપરિવર્તનની મંજૂરી ઉપર મહોર મારી
  • મુસ્લિમ ધર્મનો ત્યાગ કરી હિન્દુ ધર્મ અંગિકાર કરવા વધુ 10 અરજીઓ આવી
  • ધર્મપરિવર્તન પૂર્વે શુદ્ધિકરણ કરી ધર્મગુરુની આજ્ઞાથી પરવાનગી લઇ શકાય છે

ધર્માતરણ એક અત્યંત સંવેદનશિલ બાબત છે, આ બાબતને લઇને સરકારે ધર્મ પરિવર્તન માટે નિયમ બનાવ્યા છે. મોટે ભાગે મુસ્લિમમાંથી હિન્દુ ધર્મ અંગિકાર કરવાની અરજીઓ સુરત જિલ્લા કલેક્ટરના તાબા હેઠળ આવે છે. જેમાં ધર્મ પરિવર્તન માટે શુદ્ધિકરણ કરનારે અરજી કરતા હોય છે. કલેક્ટરે 2 વર્ષમાં સાત મુસ્લિમોને હિન્દુ ધર્મ અપનાવવા મંજૂરી આપી છે. જ્યારે અરજી પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મુસ્લિમ ધર્મ ત્યાગ કરી હિન્દુ ધર્મ અંગિકાર કરવાની વધુ 10 અરજી કરવામાં આવી છે.

માતા હિન્દુ હોવાથી બાળપણથી જ હિન્દુ ધર્મ પ્રત્યે લગાવ હતો
મુસ્લિમ ધર્મનો ત્યાગ કરી હિન્દુ ધર્મ અંગિકાર કરનાર વ્યક્તિઓમાં એક બાબત સામાન્ય ધ્યાન ઉપર આવી છે. તેમના પિતા મુસ્લિમ હતા અને માતા હિન્દુ હતા. ઘરમાં માતાએ લગ્ન પછી પણ હિન્દુ ધર્મ પાળતા આવ્યા હતા અને તે તરફ આકર્ષાઇ તેમના સંતાનોએ હિન્દુ ધર્મ તરફ વળવા નિર્ણય કર્યો હતો, પરંતુ ધર્મ પરિવર્તનની બાબત સંવેદનશીલ હોવાથી તેમની પરવાનગી લેવાની હોય છે. જેને લઇને જિલ્લા કલેક્ટરે નિર્ણય કરતા હોય છે.

Most Popular

To Top