National

ઓડિશામાં વાવાઝોડા ‘આસની’નો ખતરો: 18 જીલ્લાઓમાં એલર્ટ

નવી દિલ્હી(New Delhi): કાળઝાળ ગરમી અને હીટવેવ (Heat Wave)ની સ્થિતિ પછી છેલ્લા બે દિવસથી દેશના અનેક ભાગોમાં હવામાન(weather)માં પલ્ટો થવા સાથે વરસાદ(RainFall) નોધાયો છે ત્યારે હવે ઓડિશા(Odisha) પર વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે જેનાથી અનેક રાજ્યોમાં હવામાન પલ્ટાની શક્યતા છે. બીજી તરફ ઉતરપ્રદેશ, હરિયાણા, હિમાચલમાં તોફાની પવન સાથેના વરસાદથી અનેકવિધ દુર્ઘટનાઓ સર્જાતા ૧૦ લોકોના મોત નિપજ્યા હતા.

ચોમાસા પૂર્વે સળંગ ત્રીજા વર્ષે વાવાઝોડાની ઉત્પતિ થશે
કેટલાક દિવસોથી હીટવેવની સ્થિતિ બાદ ઉતર ભારતમાં વરસાદી માહોલ સર્જાતા ગરમીમાંથી રાહત મળી હતી. તાપમાનનો પારો પણ નીચો આવ્યો હતો. હવામાન વિભાગે એમ કહ્યું છે કે એકાદ સપ્તાહ સુધી આ પ્રકારની રાહત મળતી રહેશે. જો કે, ઉતરપ્રદેશ હરિયાણા અને હિમાચલમા આ હવામાન પલ્ટાથી ૧૦ લોકોનો ભોગ લેવાયો સમુદ્રમાં આજે આવતીકાલે લો પ્રેસર સર્જાવાની શક્યતા છે અને તે ઉતર પશ્ચીમી દિશામાં આગળ વધીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શકયતા છે. જો કે આ વાવાઝોડામાં પરિવર્તિત થશે કે કેમ તેમ કહેવાનું અત્યારે વહેલુ ગણાશે છતાં તે વાવાઝોડામાં રુપાંતર થાય તો ‘આસની’ નામ આપવામાં આવશે. ઓડિશાના દરિયાકાંઠે તે ટકરાઇ શકે છે. વાવાઝોડુ ઉત્પન્ન થાય તો ચોમાસા પૂર્વે સળંગ ત્રીજા વર્ષે વાવાઝોડાની ઉત્પતિ થશે.

60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરથી પશ્ચિમ દિશા તરફની ગતિની સાથે જ ઓછા દબાણનું ક્ષેત્ર ગાઢ દબાણમાં તબ્દીલ થઇ જશે. કેન્દ્રીય બંગોપ સાગરમાં શુક્રવારથી જ વરસાદ શરુ થઇ જશે. 12 થી 36 કલાકની વચ્ચે લો પ્રેશરનું ક્ષેત્ર બનશે. 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. આસની ચક્રવાતની કેટલી તીવ્રતા હશે, ક્યાં લેન્ડફોલ થશે તે શુક્રવારે સ્પષ્ટ થવાની ધારણા છે.

ઓડિશાના દરિયાકાંઠે જ ટકરાશે વાવાઝોડું ‘આસની’
હવામાન વિભાગની સંસ્થા વિન્ડી તરફથી જાણવા મળ્યું છે કે આ ચક્રવાત ઓડિશાના દરિયાકાંઠે જ ટકરાશે. ગોપાલપુરથી બાલેશ્વર વચ્ચેની ટકરાવવાની સંભાવના છે. તો બીજી તરફ મોસમ વિભાગ દ્વારા આગામી 4 દિવસ તટીય ઓડિશાની સાથે દક્ષિણ ઓડિશાના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાને લઇને સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે. દક્ષિણ આંદામાન સમુદ્રમાં પરિભ્રમણનું કેન્દ્ર ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું છે. લો પ્રેશરમાં પરિવર્તિત થયા બાદ તે ચક્રવાતનું સ્વરૂપ લેશે.

18 જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી આપ્યા નિર્દેશ
વિશેષ રાહત કમિશનરે 18 જિલ્લાઓના કલેક્ટર સાથે બેઠક યોજીને સતર્ક રહેવા નિર્દેશ આપ્યો હતો. વિશેષ રાહત કમિશનરે આ જિલ્લાઓમાં ઈમરજન્સી ઓફિસો અને કંટ્રોલ રૂમને 24 કલાક ખુલ્લા રાખવાનો નિર્દેશ આપ્યો છે. અસરગ્રસ્ત સ્થળોની ઓળખ કરીને લોકોને સ્થળાંતર કરવા પર વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાનું કહેવામાં આવ્યું છે.

આશ્રયસ્થાન બનાવવના અપાયા નિર્દેશ
વિશેષ રાહત કમિશનરે સ્થાનિક બીડીઓ અને તહસીલદારને સલામત સ્થળ અથવા પાકું ઘર હોય તેને આશ્રય સ્થાન બનાવવાની સાથે સાથે તેનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. દરેક આશ્રયસ્થાનની જવાબદારી બે પુરૂષો અને એક મહિલાની રહેશે. જેમાં આશા વર્કર કે શિક્ષક, કોન્સ્ટેબલ કે હોમગાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશ્રયસ્થાનમાં પાણી, શૌચાલય, લાઈટ, જનરેટર વગેરેની જોગવાઈ છે કે કેમ તેની તપાસ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

Most Popular

To Top