Charchapatra

સેંકડો એટલે

જગતમાં બે હજાર જાતની કેરીઓ આંબાપર ઉગે છે. સ્વાદ, રૂપ, રંગ, આકાર, વજન જાત પ્રમાણે અલગ અલગ હોય. ભારતની જનતાને તો સી ગ્રેડ જ કેરીઓ મળે છે. ઉચ્ચકક્ષાની કેરીઓ સાઉદી અરેબિયા, યુએઇ બેરીન બેહરીન, ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં નિકાશ થઇ જાય. સૌથી વધુ ઉત્પાદન ભારતમાં હોવા છતાં અખાત્રીજ કે રોહિની નક્ષત્ર પછી વેડવામાં આવેલી કેરી શ્રેષ્ઠ મધુર જુની કહેવત છે. ઉતાવળે આંબા ન પાકે. તાજેતરમાં કબ્રાઇડની મદદથી એજ થઇ રહ્યું છે. દેશી રત્નાગીરી, હાફૂસ, કેસર, રાજાપુરી, તોતાપુરી, દેશી લગડો, પાયરી, સરદાર, દાડમિયો, નીલ, તલાલા, ઉપરાંત નરેન્દ્ર મોદી, નૂરજહાં, અખિલેશ જેવા ગામો પણ કેરીને અપાયા છે.

યુપીમા સીધુ 117 ગોટલા વીનાની કેરી સુધ્ધ પકવાય છે. દક્ષિણ ગુજરાતમાં ધરમપુર તેનો અંતરિયાળ પ્રદેશ, વલસાડ, અમલસાડ, વિભાગ પંકાય વલસાડમાં રાજેશભાઇ શાહે 112 વર્ષના આલાને કરામત કરી ફરીથી ફળલેવા માંડ્યા. બારેમાસ કેરી આપે એવી બર્સરી પણ છે. તમાગો નામની કેરીનુ ઉત્પાદન જાપાનામાં થાય છે. દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર પણ કેરી પકવે છે. એક જ આંબા પર જુદી જુદી જાતની કેરીઓ પણ તૈયાર થાય. આધુનિક ટેકનીક વડે ક્રાંતિ જ કહેવાયને. એક અચંબો પમાડે એવી વાત વાંચી.

નુરજહાં નામની કેરી વજનદાર હોય તેના રસીમાંથી 20થી 25 માણસો જમી શકે. કેરીની ગોટલામા મુખવાસ, દંતમંજન પણ તૈયાર થાય છે. બનારસના એક શીવમંદિરમાં પુજારી લંગડા હતા. તેમણે આંબો રોપ્યો નામ ફળને આવ્યુ. લગડો મણ કિલો કે ડઝ હિસાબ વેચાણ થાય. વલસાડમા ગત સદીમા (આજની ખબર નથી) સેંકડોના હિસાબે કેરી વેચાતી. સેંકડો એટલે 100 નહી 136 નંગ કેરીમાં ફાયબર કાર્બોહાઇટેક વધુ પ્રમાણમા છે જે તંદુરસ્તી માટે ગણકારી.
અડાજણ – કુમુલભાઇ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સેલ્ફ સેન્ટર્ડ
અપેક્ષાના ભાવ વગર સેવા કરનાર આંગળીના વેઢે ગણાય એટલા જ હોય છે. માણસ સ્વભાવ દત્ત પ્રસિધ્ધીનો ભૂખ્યો હોય છે. જેના હૃદયમાં અનુકંપા છે, તેનામાં કુદરત દત્ત ગુણોનું રોપણ જન્મજાત હોય છે. જગતમાં અતિ સંપન્ન ધનકુબેરો ઘાંસના ફુતરાની પંગતમાં આવે છે. તેનામાં સમાજથી અલિપ્ત, પોતાનું સર્જેલ વર્તુળ અલગ જ હોય છે, જેમાં સામાન્ય માણસનો પ્રવેશ નિષેધ છે. પ્રસિધ્ધી ભૂખ્યા સ્વકેન્દ્રિત અને કર્ણ બધિર હોય છે જેને અકિંચનનો આર્તનાદ સંભળાતો નથી કે સ્પર્શતો નથી.
સુરત              – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top