Charchapatra

બળાત્કાર કેવી રીતે રોકીશું?

આજકાલ વર્તમાનપત્રમાં વાંચીએ છીએ કે મહિલાઓનો થતો બળાત્કાર, હત્યા અને યૌન શોષણ વધતા જાય છે. આથી સરકાર તેમજ સમાજ માટે દેશમાં મહિલાઓની સુરક્ષા અંગેનો કુટપ્રશ્ન ખડો થાય છે. આવા અપરાધો થતા અટકે એટલા માટે આકરી સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી હોવા છતાં પણ અપરાધની સંખ્યામાં ઓટ આવતી નથી. જેનું પરિણામ કાયદાના હકારાત્મકતામાન આવતું નથી. હવે તો નાની બાળકીઓ સાથે બળાત્કારના કિસ્સાઓ દિન-બ-દિન વધતા જ જાય છે. મહિલાઓને સળગાવી કે મારીને જમીનમાં દાટી દેવી, તેના ઉપર એસિડ નાંખવો આવા એટેકો વધતા જ જાય છે.

ગુનેગારો કાયદાને ઘોળીને પી જાય છે. રૂશ્વતખોરીને લીધે ગુનાખોરી મજબૂત બનતી જાય છે. મહિલા પ્રેગનન્ટની સ્થિતિમાં હોય તો તેમના કુટુંબીજન સોનોગ્રાફી કરાવે છે, ત્યારબાદ છોકરી માલમ પડે તો ભ્રૂણ હત્યા કરાવડાવે છે. આથી દેશમાન છોકરીની વસ્તીનું પ્રમાણ પુરૂષની સરખામણીએ ઘણું જ ઓછું થતું જાય છે. સમાજમાન પુરૂષ કરતાપણ સ્ત્રીની અગત્યતા વધુ છે. સ્ત્રી જાતિનું જયાં સન્માન નથી સ્વીકારતા તે ઘર સ્મશાનવત છે. સ્ત્રી એટલે સંસારની સારથી. વાસનાની ભૂખ કુદરતી હોવા છતાન જનતાએ સમજવું જોઇએ કે ક્ષણિક સુખને ખાતર બાળકીઓ સાથે દુષકૃત્ય એ માત્ર સુખના આભાસી પડછાયા સમાન છે. નવરૂ મન નકારાત્મક, ઘાતક કે અનઉપયોગી વિચારોને જન્મ આપે છે. જે શેતાનિયતનું કામ કરે છે. આથી મનને એકાંતમાં નવરૂ પડવા દેવું જોઇએ નહિ.
સુરત     – ભૂપેન્દ્ર સી. મારફતિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top