Business

શ્રાવણ માસ દરમ્યાન કેટલી કેલરી શરીરમાં ઠાલવી?

શ્રાવણ માસ દરમ્યાન અધધધ તહેવારો આવ્યા.… ઘણાં લોકોએ એકટાણાં કર્યાં તો ઘણાંએ માત્ર ફરાળ ખાઈને ચલાવ્યું. આ બધા દરમ્યાન આપણા શરીરમાં કેટલી કેલરી ગઈ આવો એ સમજીએ. શ્રાવણ માસમાં નાગપંચમી, રાંધણ છઠ, શીતળા સાતમ, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવ્યા. આ તહેવારોનું ધાર્મિક મહત્ત્વ સમજે છે તે લોકોએ ખાનપાનમાં પણ પરંપરા જાળવી. હવે, આજની પેઢીએ વડીલોના કહેવા પર ભોજન તો એ જ બનાવ્યાં અને ખાધાં પણ! પણ પછી અફસોસ થયો કે “કોણ જાણે કેટલી કેલરી શરીરમાં આપણે ઠાલવી દીધી હશે!”  દરેક તહેવારનું ધાર્મિક મહત્ત્વ અલગ અલગ હોય છે.

આ ધાર્મિક મહત્ત્વ અનુસાર વિવિધ વાનગીઓ બનતી હોય. નાગ પાંચમની ખીચડી, રાંધણ છઠની પૂરી, વડાં, પૂરણપોળી, સાતમનાં દહીંવડાં, રક્ષાબંધનની મીઠાઈઓ, જન્માષ્ટમીના પ્રસાદ, એકાદશીની ફરાળ…. આ બધાં દ્વારા કેટલી કેલરીનો ઢગલો આપણે આપણા શરીરમાં અનાયાસે ઠાલવ્યો? હા… આપ કહેશો  કે “શ્રાવણમાં એકટાણાં કર્યાં અને આટલી કેલરી બાળી!!!” વળી કેટલાંક કહેશે કે, ‘‘મેં તો માત્ર મગ અને રોટલા ખાઈ આખો મહિનો ઉપવાસ કર્યા.’’

 અહીં, આ લેખ દ્વારા આપણે જાણીએ કે મગ – રોટલા અને એકટાણાં દ્વારા ગુમાવેલી કેલરી આપણે કેટલા દિવસમાં પાછી મેળવી લીધી?! આ દરેક તહેવારની અલગ અલગ વાનગીઓ પુષ્કળ પ્રમાણમાં કેલરી ધરાવે. અહીં એ જાણવું જરૂરી બને છે કે એક પુખ્ત વયની સામાન્ય વ્યક્તિને એક દિવસ દરમ્યાન ૧૨૦૦-૧૪૦૦ કેલરીની જરૂર પડે.(જો ભારે મહેનતનું કામ ન કરતી હોય તો. જો જીમમાં કસરત અને પુષ્કળ  શારીરિક મહેનત કરવી પડે એવાં કામ કરતા હોય તો આ જરૂરિયાત ૨૦૦૦ થી ૨૪૦૦ કેલરીની હોઈ શકે.) આ મુજબ કેલરીનું વિભાજન નીચે મુજબ કરવું જોઈએ. બ્રેકફાસ્ટ દ્વારા ૨૫૦ કિલો કેલરી મળવી જોઈએ . લંચ દ્વારા ૪૦૦ કેલરી મળવી જોઈએ. બપોરનો નાસ્તો ૧૫૦ કેલરી આપવો જોઈએ. ડિનર દ્વારા ૩૫૦ કેલરી મળવી જોઈએ.  આ ઉપરાંત ફળો, સૂકોમેવો, ડેઝર્ટ  વગેરે  મળીને લગભગ ૨૦૦ કેલરી આપણે શરીરમાં ઠાલવતાં હોઈએ. શારીરિક શ્રમના પ્રકાર મુજબ આ કેલરીની જરૂરિયાતમાં વધઘટ થાય.

Most Popular

To Top