National

TMCના નેતાની હત્યાનો બદલો લેવા પશ્ચિમ બંગાળમાં 10 લોકોને જીવતા સળગાવી દેવાયા

પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળના બીરભૂમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં રામપુરહાટમાં ટીએમસી નેતાની હત્યાનો બદલો લેવા 10 લોકોને સળગાવી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે એક ટોળાએ સ્થાનિક પંચાયતના નેતાની તેમના નિવાસસ્થાને હત્યા કરી હતી, અને પરિણામે, હિંસા ફાટી નીકળી હતી, જેમાં બદલો લેવાના કથિત કૃત્યમાં ઘણા ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં 10 લોકો જીવતા જ સળગી ગયા હતા.

પશ્ચિમ બંગાળના બીરભૂમમાં તૃણમૂલ નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહેવાલો અનુસાર, બાગુતી ગામમાં તૃણમૂલ નેતા ભાદુ શેખની હત્યા બાદ હિંસા ફાટી નીકળી છે. આ પછી ટોળાએ અનેક ઘરોમાં આગ લગાવી દીધી હતી. આ દરમિયાન 10 લોકો જીવતા સળગી ગયા છે. એક જ ઘરમાંથી 7 મૃતદેહો મળી આવ્યા છે.

बीरभूम के रामपुरहाट में लोगों के घरों को चुन-चुनकर निशाना बनाया गया.

બોમ્બ ફેંકી હત્યા કરવામાં આવી
બીરભૂમના રામપુરહાટમાં TMC પંચાયત નેતા ભાદુ શેખની હત્યા કરવામાં આવી હતી. સોમવારે મોડી રાત્રે બંગાળના બીરભૂમના રામપુરહાટમાં બોમ્બ ફેંકીને પંચાયત નેતા ભાદુ શેખની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, શેખ સ્ટેટ હાઈવે 50 પર જઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા લોકોએ તેમના પર બોમ્બ ફેંક્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને રામપુરહાટની મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ભાદુ શેખનાં મોતના સમાચાર સમગ્ર વિસ્તારમાં જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગયા હતા. રાજકીય હત્યાને કારણે TMCમાં સમર્થકોએ આ હુમલાનાં શંકાસ્પદોના ઘરોને આગ હવાલે કરી દીધા હતા. પોલીસે જણાવ્યું કે હત્યાના મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

आगजनी

બંગાળમાં થયેલી સૌથી મોટી રાજકીય હિંસામાંની એક ઘટના
પોલીસે જણાવ્યું કે, બીરભૂમ જિલ્લાની બરશાલ ગ્રામ પંચાયતના નાયબ વડા ભાદુ શેખની સોમવારે હત્યા કરવામાં આવી હતી. તે પછી જ રાત્રે આગની આ ઘટના બની હતી, જેમાં 10 લોકો જીવતા સળગી ગયા છે. ભાદુ શેઠ બાગુતી ગામનો રહેવાસી હતા. મળતી માહિતી મુજબ, હત્યા બાદ આ વિસ્તારના કોઈપણ ઘરમાં એક પણ પુરુષ સભ્ય બચ્યો નથી. પશ્ચિમ બંગાળમાં હાલના સમયમાં આ સૌથી મોટી રાજકીય હિંસામાંની એક ઘટના છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ઘરોને આગ લગાવ્યા પહેલા લોકોને તેમના ઘરમાં જ બંધ કરી દીધા હતા. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ ચાલુ છે.

તપાસ માટે SITની રચના
આ મામલે તપાસ માટે SITની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં એડીજી વેસ્ટર્ન રેન્જ સંજય સિંહ, સીઆઈડી એડીજી જ્ઞાનવંત સિંહ અને ડીઆઈજી સીઆઈડી ઓપરેશન મીરજ ખાલિદ સામેલ છે. 

ગયા વર્ષે ચૂંટણી બાદ 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા
પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાની આ પહેલી ઘટના નથી. ભાજપ, કોંગ્રેસ, સીપીઆઈ(એમ), ટીએમસી અને આઈએસએફ હિંસા પર હથિયારો પર હતા જેમાં ગયા વર્ષે ચૂંટણી પરિણામોની ઘોષણા પછી ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા.

Most Popular

To Top