Madhya Gujarat

દાહોદ ખાતેની હોસ્પિટલમાં હાઈરિસ્ક સર્જરી કરવામાં આવી

દાહોદ: દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં હાઈરિસ્ક,કોમ્પ્લિકેટેડ ઓપરેશન કરવામાં આવ્યા હતા. મેડિકલ હિસ્ટ્રીમાં દાહોદમાં પ્રથમ વખત આવી સર્જરીઓ કરવામાં આવી હતી. ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સી.ઈ.ઓ પ્રોફેસર(ડો.) સંજય કુમારની સુચના તથાં મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.ભરત એન હઠીલાના માર્ગદર્શન હેઠળ દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં હાઈ રિસ્ક તથા કોમ્પલીટેડ સુપ્રામેજર કરવાનું કામ પણ ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો દ્વારા હાથ ધરવામાં આવેલ છે ત્યારે આ બાબતે પત્રકાર વાર્તાનું સંબોધન કરતાં તેઓએ જણાવ્યું હતું કે, આપણો દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે.

દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બન્યા પછી દરેક સુવિધાઓ મેડિકલ ક્ષેત્રે જયારે ઝાયડસ પૂરું પાડવામાં સક્ષમ પડે છે.ત્યારે હાલમાં ઝાયડસ હોસ્પિટલમાં ગત સપ્તાહે સુપ્રામેજર સર્જરીઓ ઝાયડસ હોસ્પિટલના પ્રાંગણમાં ૪ તબીબી નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ડો.મધુકર.આર.વાઘ ના નેતૃત્વમાં ડો.કમલેશ ગોહિલ, તથાં ડો.રાહુલ પરમાર તેમજ એનેસ્થેટિક ડો.શૈલેશ પટેલની ટીમ દ્વારા પહેલા ૧ પેસન્ટ જેમનું નામપ્રભાતજેઓ પાલનપુરના રહેવાસી છે તેઓની નાની વય માં એસીડ પી ગયેલ હોઈ તેઓની અન્નનળી ખરાબ થઇ જતાં ૧૫ વર્ષની ઉંમરથી ગત સપ્તાહ સુધી તેઓ બહાર થી ફીડીંગ ગેસ્ટ્રોસમી દ્વારા તેઓ અન્ન ગ્રહણ કરતાં હતાં અને અચાનક તેઓને ફરીથી પોતાનું જીવન અન્ય વ્યક્તિઓની જેમ જીવવાની ઈચ્છા પ્રવર્તા તેઓએ ગુજરાતના જુદા જુદા મલ્ટીસ્પેશીયાલીસ્ટ હોસ્પિટલોનો સંપર્કકરીને આનો વિકલ્પ શોધી અને અન્ય વ્યવસ્થા માટે જાતે તપાસ કરેલ પરંતુ ગુજરાતના કોઈ પણ હોસ્પિટલમાં તેઓને આ મામલે કોઈ પણ પ્રકારનું સોલ્યુશન કે આશાવાદી જવાબ મળેલ નહીં જેથી તેઓને દાહોદ,ઝાયડસ મેડિકલ હોસ્પિટલનો સંપર્ક કરેલ જયારે ડો.મધુકર.આર.વાઘ જાેડે ઓપીડીમાં આ મામલે ચર્ચા કરતાં તેઓએ આ બાબતનું સોલ્યુશન આપતાં જણાવેલ કે આ ઓપરેશન તમારું કરી શકાય તેમ છે, પરંતુ હાઈ રિસ્ક હોવાથી જાે આપ સમંત હોવ તો આ બાબતે આગળ વધી શકાય જે બાબતે પેસન્ટ સંમતી આપતાં તેઓનું ગત સપ્તાહે એકદમ સફળ ઓપરેશન ડો.મધુકર.આર.વાઘ તથાં તેમની ટીમે પાર પડેલ હતું અને હાલ સદર દર્દી અંડર ઓબર્જેવશન છે.

Most Popular

To Top