Entertainment

આલિયા ભટ્ટની પહેલી હોલિવૂડ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલિઝ

નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) પછી હોલિવૂડમાં (Hollywood) પોતાનો દબદબો બનાવવા માટે તૈયાર આલિયા ભટ્ટની (Alia Bhatt) પ્રથમ હોલિવૂડ ફિલ્મનો ફર્સ્ટ લૂક (First Look) રિલિઝ કરવામાં આવ્યો છે. આલિયા નેટફ્લિકસની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનથી હોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ગૈલ ગૈડોટ અને જેમી ડોર્નનની ફિલ્મમાં આલિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તે કિયા ધવનનાં રોલમાં જોવા મળશે.

ફિલ્મમાં આલિયા પ્રથમવાર નેગેટિવ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક રહસ્યમય હેકરની ભૂમિકા ભજવી રહી છે જે તમામ અવરોધોને કંટ્રોલ કરે છે. આ પહેલા ટ્રેલરમાં પણ અભિનેત્રીનો લૂક દમદાર જોવા મળ્યો હતો. બોલિવૂડ પર રાજ કર્યા બાદ આલિયા હવે હોલીવુડમાં એન્ટ્રી કરવા તૈયાર છે. તેની પ્રથમ હોલીવુડ ફિલ્મ જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં ગેલ ગેડોટ અને જેમી ડોર્નન ગુપ્તચર એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. હોલીવુડ સ્ટાર્સમાં આલિયાના કાસ્ટિંગે ભારતીય ચાહકોમાં રોમાંચ જગાવ્યો છે. આ ફિલ્મને ટોમ હાર્પરે ડાયરેકટ કરી છે. આ ફિલ્મ હિંદી, અંગ્રેજી, તામિલ અને તેલુગુમાં 11 ઓગસ્ટનાં રોજ નેટફ્લિકસ પર જોવા મળશે.

રણવીર સાથે આલિયાની આગામી ફિલ્મ આલિયાની હિન્દી ફિલ્મોની વાત કરીએ તો અભિનેત્રી રોકી અને રાનીની લવસ્ટોરી 28 જુલાઈના રોજ રિલીઝ થશે. આમાં તેની જોડી રણવીર સિંહ સાથે છે. બંને અગાઉ ગલી બોયમાં સાથે જોવા મળ્યા હતા. તેમની કેમિસ્ટ્રીએ સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવી હતી. ફિલ્મના ટ્રેલરને લોકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. તેના ગીતો પણ લોકોને પસંદ આવી રહ્યાં છે. કરણ જોહર રોકી અને રાનીની લવસ્ટોરી સાથે ડિરેક્શનમાં પરત ફર્યો છે. કરણ અને આ ફિલ્મ પાસેથી ચાહકોને ઘણી આશાઓ છે.

આલિયાની દરેક ફિલ્મ હાલ સકસેસ જઈ રહી છે. બેક ટુ બેક તેની દરેક ફિલ્મને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ગંગૂબાઈ કાઠિયાવાડી, બ્રહ્માસ્ત્ર, ડાર્લિંગ્સ, RRR જેવી તમામ ફિલ્મોમાં ચાહકોએ તેનાં કિરદારના વખાણ કર્યા છે. ત્યારે હોલિવૂડમાં પણ તે નામના કમાઈ અને તેનાં કિરદારના સરાહના મળે તેવી આશા રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top