Business

હાર્દિકના ભાજપ પ્રવેશથી પાટીદારો નારાજ?, સુરતમાં ગણતરીના જ હોર્ડિંગ્સ લગાવાયા

સુરત : સાત વર્ષ પહેલા ભાજપ (BJP) સામે બાંયો ચડાવી પાટીદાર (Patidar) અનામત આંદોલનનું નેતૃત્વ લેનાર હાર્દિક પટેલ (Hardik Patel) ભાજપ પ્રવેશ મુદ્દે ખુદ પાટીદારોમાં જ મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલે પાટીદાર સમાજનો ઉપયોગ કરીને પોતાનો રાજકીય રોટલો શેકયા બાદ હવે એક સમયે જેને જનરલ ડાયર કહ્યા હતા તેવા અમિત શાહની (Amit Shah) આગેવાનીમાં ભાજપમાં પ્રવેશ લઈ રહ્યો હોવાતી સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં પાટીદારોમાં કેવા પ્રત્યાઘાતો પડે છે તે ભાજપે ખુદ ભાજપમાં અસમંજસની સ્થિતિ છે. હાર્દિક જેવા ભાજપને પડકારનારા તોફાની નેતાનો ભાજપમાં પ્રવેશ જેવી મોટી વાત હોવા છતાં પણ જે પાટીદારોનો ગઢ છે અને જ્યાં હાર્દિકે લાખોની રેલી કાઢી હતી તેવા વરાછામાં માત્ર ગણતરીના જ હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે.

  • હાર્દિકના ભાજપ પ્રવેશ સામે ખુદ પાટીદારોમાં જ મતભેદ, સુરતમાં વિરોધ થાય છે કે તેની તેના ટેસ્ટરૂપે જ હોર્ડિંગ લગાડ્યાની ચર્ચા

હાર્દિકના ભાજપ પ્રવેશ સામે આંદોલનમાં જોડાયેલા પાટીદાર સમાજ ઉપરાંત ભાજપના કાર્યકરોમાં પણ નારાજગી હોવાની પ્રતિતી થઇ રહી છે. વરાછામાં હાર્દિકને સત્કારવા માટે લાખોની ભીડ થતી હતી ત્યાં આ વખતે ગણતરીના જ હોર્ડિંગ્સ અને તે પણ વિરોધ થાય તો કોઈ તોડી નહીં પાડે તે માટે છેક બિલ્ડિંગની ટેરેસ પર મુકવામાં આવ્યા છે. ભાજપના ગઢ રાંદેર રોડ પર રોડની બાજુમાં જ  હાર્દિક પટેલને ભાજપમાં આવકારતું હોર્ડિગ્સ લગાડવામાં આવ્યું છે. જેમાં હાર્દિક પટેલને ‘સંઘર્ષશીલ’ યુવા નેતા  તરીકે નવાજવામાં આવ્યો છે પરંતુ આ હોર્ડિંગ કોના દ્વારા લગાડવામાં આવ્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ વખતે સુરતમાં કોઈ વિરોધ થાય છે કે નહીં  તે માટે લિટમસ ટેસ્ટ રૂપે આ હોર્ડિગ્સ લગાડવામાં આવ્યા છે. જેથી બાદમાં હાર્દિક સાથે કેવી રીતે વહેવાર કરવો તેની રણનીતિ ભાજપ નક્કી કરી શકે.

‘ગુજરાતને ભડકે બાળનારને અપાઈ રહ્યું છે પ્રોત્સાહન’ : સોશિયલ મીડિયામાં હાર્દિકના ભાજપ પ્રવેશ સામે રોષનો માહોલ

સુરત: પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરી ગુજરાતમાં અરાજકતા ઊભી કરનાર અને ખુદ ભાજપ સરકાર માટે માથાનો દુખાવો બની જનાર હાર્દિક પટેલ બાદમાં કોંગ્રેસ જોઇન કરી હવે ભાજપનો ખેસ પહેરવાનો છે તેવી જાહેરાત થતાં જ સોશિયલ મીડિયામાં હાર્દિક પર કટાક્ષ અને રોષ વ્યક્ત કરતી પોસ્ટનું ઘમાસાણ શરૂ થઈ ગયું છે. શિસ્તના પંજા નીચે દબાયેલા ભાજપના નેતાઓ જાહેરમાં ભાજપના હાર્દિક પ્રવેશ અંગે એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. પરંતુ નાના કાર્યકરોમાં હાર્દિકના પ્રવેશ સામેનો રોષ ઊછળીને સોશિયલ મીડિયામાં જાહેર થઇ રહ્યો છે. કોઇએ લખ્યું છે કે, ગુજરાતને ભડકે બાળનારા અને સરકાર અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનારાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આવી તો અનેક પોસ્ટ વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે.

  • આંદોલનમાં શહીદ થનારા પાટીદાર યુવાનોના આત્મા હવે હાર્દિકને શું કહેશે ? તેવા સવાલ સાથે આ મૃતકોના ફોટો મૂકીને પણ પોસ્ટ વાયરલ કરાઈ
  • હાર્દિકે કરેલા ભાજપવિરોધી નિવેદનોના વિડીયો પણ વાયરલ થયા

ભાજપના નાના કાર્યકરો સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલને ડફેર કરીને પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક કાર્યકરે પોસ્ટ મૂકી છે કે હો જાવો તૈયાર સાથીઓ, અર્પિત કર દો તન, મન, ધન સાહેબના કહેવાથી, ડફેર.. તેની સામે અનેક કાર્યકરો કોમેન્ટ કરી રહ્યા છે. તેમાં કેટલાક સમાજના યુવાનો પણ છે. સમાજના યુવાનો કોમેન્ટ કરે છે કે, ગુજરાત ભડકે બળ્યું, સરકાર અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તો કોઈ કહે છે, એ વસ્તુ આજે પણ નહીં થાય, કાલે પણ નહીં, એ આખી જિંદગી ડફેર જ રહેશે. ભાજપના કાર્યકરો હાર્દિકને ડફેર ઉપરાંત ગુલાબી ચડ્ડી,, રાષ્ટ્રવિરોધી સહિત અનેક સંબોધન કરી રહ્યા છે. ઉપરાંત આંદોલન દરમિયાન કે કોંગ્રેસના પ્રચાર દરમિયાન હાર્દિક પટેલે ભાજપ, નરેન્દ્ર મોદી, અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો વિડીયો વાયરલ કરવા સાથે પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા લોકોને યાદ કરી 1200 કરોડની ઓફર કરી હોવાની વાત કરી હતી અને ભાજપને હરાવવાની વાત કરી હતી તે વિડીયો ફટાફટ પોસ્ટ કરી રહ્યા છે.

Most Popular

To Top