SURAT

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પણ આ વર્ષે નર્મદ યુનિ.ની સેનેટની ચૂંટણીમાં પેનલ ઉતારી

સુરત: શહેરની વીર નર્મદ યુનિ.ની (vnsgu )સેનેટની ચૂંટણીમાં (election) આ વર્ષે ભાજપ ( BJP ) અગાઉ આમ(AAP ) આદમી પાર્ટીના છાત્ર સંઘે પેનલ ઉતારી દીધા બાદ હવે કોંગ્રેસે પણ જૂનાજોગી યુવાનોને ભેગા કરી પેનલ ઉતારી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સેનેટ ચુંટણી સંકલન કમિટી તરફથી વિભિન્ન ફેકલ્ટીમાંથી નામોની જાહેરાત કરવામાં આવી છે.

અત્યાર સુધી કોંગ્રેસે છ ઉમેદવારોને સેનેટની ચૂંટણીમાં ઉતાર્યા છે. જેને લઇને શિક્ષણજગતમાં હલચલ જોવા મળી છે. યુનિ.ની સેનેટ ચૂંટણીમાં લાંબા સમય બાદ ભારે રસાકસી થાય ભણકારા વાગી રહ્યાં છે. કેમ કે યુનિ.માં અગાઉ દાયકાઓ સુધી સાયન્સ ફેકલ્ટીમાંથી ચૂંટાતા આવેલા સિનિયર કોગ્રેસી હોશંગ મીરઝાએ ઉચ્ચ શિક્ષણ જગતની સળગતી સમસ્યાઓ ઉપર પ્રકાશ પાડયો હતો. પરંતુ હોશંગ મીરઝાની વિદાય બાદ એકમાત્ર એડવોકેટ ભાવેશ રબારી યુનિ.માં ભાજપીઓ સામે ટકકર ઝીલતા હતા. જેને લઇને યુનિ.માં અનેકવાર વિવાદો સજાર્યા હતા. યુનિ.માં ભાજપીઓની બહુમતિને લઇને એકલદોકલ વિરોધનો સૂર દબાઇ જતો હતો. જેને લઇને યુનિ.માં ભારે લાલિયાવાડી અને સરાજાહેર ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી હતી.

પરંતુ આ વર્ષે કોગ્રેસે આળસ ખંખેરી નેશનલ સ્ટુ઼ડન્ટન્સ યુનિયન ઓફ ઇન્ડિયાના જૂનાજોગી એવા અનુપ રાજપુત, નીકેત પટેલ, કિરણ રાયકા સહિત યુવા નેતાઓને આગળ લાવી સેનેટ ચૂંટણીમાં પેનલ ઉતારી છે. હોશંગ મીરઝા અને ભાવેશ રબારીની વિદાય બાદ યુનિ.માં એક વિપક્ષમાં ખાલીપો જોવા મળયો હતો. જે હવે દૂર થાય તેવા આસાર જોવા મળ્યાં છે. જોકે ભાજપાએ પણ આ જંગમાં એડીચોટીનું જોર લગાવ્યુ છે. તે જોતા હવે યુનિ.ની સેનેટ ચૂંટણી પણ રાજકીય ચૂંટણીની જેમ રસપ્રદ બની રહેશે.

ક્રમ ફેકલ્ટી (વિદ્યાશાખા) ઉમેદવાર

  • 1 વિનયન (આર્ટસ) વિદ્યાશાખા અંકુર વસાવા
  • 2 વિજ્ઞાન (સાયન્સ) વિદ્યાશાખા સિદ્ધાર્થ કંથારિયા
  • 3 કાનુન (લો) વિદ્યાશાખા ડૉ. ભાવેશ રબારી
  • 4 વાણીજ્ય (કોમર્સ) વિદ્યાશાખા હિતેશ સોસા
  • 5 શિક્ષણ વિદ્યાશાખા જલ્પા ભરૂચી
  • ૬ મેનેજમેન્ટ સ્ટડીઝ વિદ્યાશાખા સુનીલ મહેતા

એબીવીપીના ભૂતપૂર્વ સુરત શહેર મંત્રી મોનીલ ઠાકરે એબીવીપી સામે મોરચો માંડ્યો છે. નર્મદ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં નોંધાયેલા સ્નાતક મતદાર વિભાગ (જનરલ)માં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી ૧૪મી ઓગસ્ટના રોજ યોજાશે. જે માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે અને તેઓએ ઉમેદવારી પત્રકો ભર્યા છે અથવા ૬ ઑગસ્ટ સુધી ભરશે. એબીવીપીના ભૂતપૂર્વ સુરત શહેર મંત્રી મોનીલ ઠાકરે એબીવીપી સામે જ મોરચો માંડ્યો છે. મોનીલે નોંધાયેલા સ્નાતક મતદાર વિભાગમાં કોમર્સ વિદ્યાશાખામાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. મોનીલની રાજકીય કારકિર્દી જોઈએ તો વર્ષ ૨૦૦૩ એબીવીપી તરફથી નવયુગ કોલેજ કોમર્સમાં જીએસ બન્યા હતા. વર્ષ ૨૦૧૧થી ૨૦૨૧ સુધી સુરત યુથ ભાજપના મહામંત્રી રહી ચૂક્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એબીવીપીએ સ્નાતક મતદાર વિભાગમાં કોમર્સ વિદ્યાશાખા માટે પ્રદ્યુમન જરીવાલાને ઉમેદવાર જાહેર કર્યો છે.

નર્મદ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં એબીવીપીના ભૂતપૂર્વ મંત્રી મોનીલ ઠાકરે અપક્ષ ઉમેદવારી
એબીવીપીના ભૂતપૂર્વ સુરત શહેર મંત્રી મોનીલ ઠાકરે એબીવીપી સામે મોરચો માંડ્યો છે. નર્મદ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં નોંધાયેલા સ્નાતક મતદાર વિભાગ (જનરલ)માં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી ૧૪મી ઓગસ્ટના રોજ યોજાશે. જે માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે અને તેઓએ ઉમેદવારી પત્રકો ભર્યા છે અથવા ૬ ઑગસ્ટ સુધી ભરશે. એબીવીપીના ભૂતપૂર્વ સુરત શહેર મંત્રી મોનીલ ઠાકરે એબીવીપી સામે જ મોરચો માંડ્યો છે. મોનીલે નોંધાયેલા સ્નાતક મતદાર વિભાગમાં કોમર્સ વિદ્યાશાખામાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. મોનીલની રાજકીય કારકિર્દી જોઈએ તો વર્ષ ૨૦૦૩ એબીવીપી તરફથી નવયુગ કોલેજ કોમર્સમાં જીએસ બન્યા હતા. વર્ષ ૨૦૧૧થી ૨૦૨૧ સુધી સુરત યુથ ભાજપના મહામંત્રી રહી ચૂક્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એબીવીપીએ સ્નાતક મતદાર વિભાગમાં કોમર્સ વિદ્યાશાખા માટે પ્રદ્યુમન જરીવાલાને ઉમેદવાર જાહેર કર્યો છે.

Most Popular

To Top