Gujarat

જરૂરિયાત જણાશે તો ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા પથારીઓ સરકાર હસ્તક લેવાશે- નીતિન પટેલ

ગાંધીનગર: (Gandhinagar) હવે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમાંની (Hospital) 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેશે. તેવું વિધાનસભામાં (Vidhansabha) કોરોના મહામારી અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) કહ્યું હતું.

નીતિન પટેલ વધુમાં કહ્યું હતું કે રાજયની જે ખાનગી હોસ્પિટલો આ યોજનાઓનો લાભ આપતી હોય તે હોસ્પિટલોમાં આરોગ્યલક્ષી યોજનાઓ જેવી કે મા વાત્સલ્ય/માં અમૃતમ યોજનાઓ અંતર્ગત સારવાર આપવામાં આવે છે તેવું બોર્ડ લગાવવું આવશ્યક છે. જૂનાગઢ જિલ્લામાં તારીખ 31-01 2021ની સ્થિતિએ એપ્રિલ 2020માં રૂ. 25,32,000ના ખર્ચે 100 બેડ અને મે-2020માં 4,62,000ના ખર્ચે 100 બેડ ઓક્યુપાય કર્યા હતા.

જણાવી દઈએ કે આજથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપવાનું શરૂ કરાયું છે. અત્યાર સુધી દેશમાં 60 વર્ષથી, 45થી વર્ષથી ઉંપરના ગંભીર બીમારી ધરાવતા લોકો, કોરોના વોરિયર્સ, ફંટલાઈન વર્કરને વેક્સીન આપવાની કામગીરી ચાલતી હતી.
પરંતુ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હવે 45થી વધુ વર્ષ ધરાવતા તમામ લોકોને આજથી વેક્સીન આપવામાં આવશે. ભારતમાં અત્યાર સુધીમાં સાડા છ કરોડ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં સરકારના નિર્ણય મુજબ એપ્રિલ મહિનામાં દરેક દિવસે વેક્સિનેશન કાર્યક્રમ ચાલતો રહેશે. જાહેર રજાના દિવસે પણ વેક્સિન આપવાની કામગીરી ચાલુ રહેશે.

રાજ્યમાં રીમડિસીવર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ – ડૉ. કોશીયા

રાજ્યમાં કોરોના માટે ઉપયોગમાં લેવાતા રેમડેસીવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવેલો છે. આજરોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ૧૩,૮૬૦ ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવેલા છે, તેવું ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ જણાવ્યુ હતું.

અમદાવાદમાં ૫૪૭૮ ઇન્જેક્શન, વડોદરામાં ૨૨૯૦ ઇન્જેક્શન, સુરતમાં ૧૮૫૨ ઇન્જેક્શન, રાજકોટમાં ૨૧૬ ઇન્જેક્શન, મહેસાણામાં ૪૧૪ ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવેલાછે. આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે ૧૯,૧૦૫ ઇન્જેક્શનનો જથ્થો જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે, આમ કુલ ૩૨,૯૬૫ ઇન્જેક્શનનો જથ્થો રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે.

રેમડેસીવિર ઇન્‍જેક્શનના ઉત્પાદકો ગુજરાત રાજ્યના ઉત્પાદક દ્વારા ૩૦,૦૦૦ ઇન્‍જેક્શનોનું દૈનીક ઉત્પાદન કરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે પ્રત્યેક દર્દી દીઠ ૬ ઇન્‍જેક્શનની જરૂર પડતી હોઇ દરરોજના ૫,૦૦૦ દર્દીઓની સારવાર કરી શકાય તેટલા ઇન્જેક્શનનું ઉત્પાદન દ્વારા કરવામાં આવે છે.

વધુમાં ડૉ. એચ.જી.કોશીયાએ અપીલ કરી હતી કે ગુજરાત રાજ્યમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવામાં આવતા મેડીકલ ઓક્સીજન, રેમડેસીવીર ઇન્‍જેક્શન, ફેવીપીરાવીર ટેબલેટ વિગેરે પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે. એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top