Gujarat Main

ગુજરાતનું શિક્ષણ સારૂ લાગતુ હોય નહીં હોય તો બીજા રાજ્યમાં જાવ : જીતુ વાઘાણી

ગાંધીનગર : રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં (Rajkot) આજે બુધવારે (Wednesday) મગજ પરનો કાબુ ગુમાવી દેતા કહ્યું હતું કે, જેને ગુજરાતમાં (Gujarat) શિક્ષણ (Education) સારૂ નહીં લાગતુ હોય તે ગુજરાત છોડીને સારૂ લાગે ત્યાં જતાં રહે.

ચાલુ વર્ષના અંત ભાગમાં રાજયમાં વિધાનસભાની ચૂંટણી (Election) યોજાનાર છે, તેમાં આમ આદમી પાર્ટી (AAP) પણ ઝંપલાવશે. આપના નેતાઓએ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાના મામલે સરકાર (Government) પર સવાલ (Question) ઉઠાવ્યા છે. જો કે વાઘાણીએ જાહેરમાં ચર્ચા કરવાના પડકારને ફગાવી દીધો હતો. આજે રાજકોટમાં 3.40 કરોડના ખર્ચે બનેલ સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર-16ની નવી બિલ્ડિંગનું લોકાર્પણ જીતુભાઇ વાઘાણીએ કર્યુ હતું. આ સમારંભમાં તેમણે કહ્યું હતું કે જે લોકોને ગુજરાતનું શિક્ષણ સારૂ ન લાગતું હો તે ગુજરાત છોડીને બીજી જગ્યાએ જતા રહે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમારો જન્મ ગુજરાતમાં થયો, અહીં કામ-ધંધો કર્યો, છોકરાઓ અહીં ભણાવ્યા. હવે જો બીજે સારૂ લાગતું હોય તો મારી તમને વિનંતી છે. જેને બીજી જગ્યાએ સારૂ લાગતું હોય તેઓ છોકરાના સર્ટિફિકેટ લઈ વિદેશ કે જે રાજ્યમાં સારૂ હોય ત્યાં જતા રહે. ત્યાં તમારા ઘર-પરિવારને ફેરવી નાખો. અહીં તો બધુ પૂરુ થઈ ગયું છે. જેને ગુજરાતનું શિક્ષણ સારૂ ન લાગે તે બીજા દેશ કે રાજ્યમાં જઈ શકે છે. આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, અહીંની વ્યવસ્થા જુઓ. શિક્ષણને લગતા સૂચનો હોય તો કરો પરંતુ તે લોકોને તો ટીકા જ કરવી છે. આ રીતે વાઘાણીએ આડકતરી રીતે આમ આદમી પાર્ટી પર શાબ્દિક રાજકીય પ્રહાર કર્યા હતા.

Most Popular

To Top