Business

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોગ્રેસ તૈયારીઓ શરૂ કરી

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Election) માટે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ૭૧ નગરપાલિકાની ચૂંટણીઓ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress) દ્વારા પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે.

ખેડા જીલ્લા પંચાયતના ઇન્ચાર્જ તરીકે ભીખાભાઈ રબારી, પૂર્વ મંત્રી નટવરસિંહ મહીડા, સભ્ય, શિસ્ત સમિતિ, ચંદ્રિકાબેન બારિયા, પૂર્વ ધારાસભ્ય – બનાસકાંઠા જીલ્લા પંચાયતના ઇન્ચાર્જ કુ. અલકાબેન ક્ષત્રિય, પૂર્વ સાંસદ, મુકેશભાઈ ચૌધરી (ખેરાલુ), ભરત ઠાકોર, પૂર્વ ધારાસભ્ય – ગાંધીનગર તાલુકા પંચાયતના ઇન્ચાર્જ દીપસિંહ ખાંટ, મહામંત્રી, નીખીલ રણછોડભાઈ દેસાઈ, કઠલાલ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ધનાભાઇ દેસાઈ (ઓઢવ), કપડવંજ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ જગતસિંહ ચૌહાણ (પાલુંન્દ્રા) સહીત ૭૧ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રભારીઓની નિમણુંક કરવામાં આવેલી છે.

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતુ કે નિમણુંક પામેલા પ્રભારીઓ સ્થાનિક સંગઠન સાથે તાલમેલ કરી ઉમેદવારની ચયન પ્રક્રિયા હાથ ધરશે. તથા નગરપાલિકાઓમાં દરેક ફ્રન્ટલ, સેલ, ડીપાર્ટમેંટ તથા સ્થાનિક સંગઠન સાથે મળી પ્રભારી ”હાથ સે હાથ જોડો” પદયાત્રાનું સંકલન પણ હાથ ધરશે. આ ઉપરાંત પ્રભારીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડનું સંગઠન, સેકટરનું સંગઠન અને પોલીંગ સ્ટેશન સમિતિ તથા યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., સેવાદળ અને સ્થાનિક સંગઠન સાથે તાલમેલ કરી ચૂંટણીનું બુથ મેનેજમેન્ટ અને આવનારા પક્ષના કાર્યક્રમો તથા “હાથ સે હાથ જોડો” પદયાત્રાનું સંકલન હાથ ધરશે.

Most Popular

To Top