National

કંઝાવલા કેસમાં તાબડતોડ એક્શન: PCRમાં તૈનાત કોન્સ્ટેબલો સસ્પેન્ડ DCP પણ શંકાના ઘેરામાં

નવી દિલ્હી : કંઝાવલા (Kanjawala) કેસમાં તાબડતોડ એક્શન (Action) લેવાઈ રહ્યા છે. આ કેસમાં ગૃહ મંત્રલાય (Home Ministry) દ્વારા તુરંત જ જવાબીય કાર્યવાહીની સૂચનાઓ આપવામાં આવી હતી.અને ત્યાર બાદ ગૃહ મંત્રલાય દ્વારા હવે મોટા પગલાં ભરવાનું પણ શરુ કરી દેવાયુ છે. આ કેસમાં દિલ્હી પોલીસને (Delhi Police) ત્રણ ખાસ નિદેશ આપવામાં આવ્યા છે. તે મુજબ ઘટના ઘટી ત્યારે ઘટના સ્થળ ઉપર જે પીસીઆર હાજર હતી તેમાં તૈનાત ત્રણ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક પદ ઉપરથી બરખાસ્ત (Dismissed) કરી દેવાયા છે. અને આ સાથે જ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી ડીસીપી પણ હવે શંકાના ઘેરાવામાં આવી ગયા છે.તેમની ઉપર પણ હવે તવાઈ આવી ચીકી હોવાની સુચના સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળી છે.

કેસના સંબંધમાં દિલ્હી પોલિસે ગૃહ મંત્રલાયને રિપોર્ટ કર્યો હતો
સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર ગૃહ મંત્રાલયનો આદેશ મળ્યા બાદ દિલ્હી પોલીસે ચકચારીત બની ગયેલા આ કેસના સંબંધમાં એક રિપોર્ટ તૈયાર કર્યો હતો.જોકે રિપોર્ટ મળ્યા બાદ તેને ગૃહ મંત્રાલયને સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ દિલ્હી પોલીસને આ મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. અને હવે એવું કહેવામાં આવી રાહ્યુ છે કે એમએચએ પોલીસ પિકેટ અને પીસીઆરમાં હાજર પોલીસકર્મીઓ વિરુદ્ધ હવે તુરન્ત કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

અને આ રીતે ડીસીપી ઉપર પણ આવી ગયો તવાઈનો રેલો
દિલ્હી પોલીસ દ્વારા ગૃહ મંત્રાલયને સોંપવામાં આવેલા રેકોર્ડ બાદ મંત્રલાય તરફથી કહેવામાં આવ્યું છે કે જે સમયે ઘટના બની હતી તે સમયે વિસ્તારના ડીસીપી એ સ્પષ્ટતા કરે કે કાયદો અને વ્યવસ્થાની શું વ્યવસ્થા છે અને જો યોગ્ય જવાબ ન હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અન્ય એક સૂચનામાં એવું કહેવામાં આવ્યું છે કે ક્રાઈમ સીનની આસપાસના વિસ્તારોમાં પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવે.આ રીતે ગૃહ મંત્રલાય તરફે બીજા અનેક નાના-મોટા સુચનો કરવામાં આવ્યા હતા.

સ્પેશિયલ સીપી શાલિની સિંહના રિપોર્ટ પર ગૃહ મંત્રાલયે લીધી કાર્યવાહી
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારી શાલિની સિંહના રિપોર્ટ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ કમિશનરને આ નિર્દેશો આપ્યા છે. ગૃહ મંત્રાલયે સંબંધિત વિભાગને દિલ્હીના નિર્જન વિસ્તારોમાં અને બહારની દિલ્હીના ઘણા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કાંઝાવાલા કેસ બાદ ગૃહમંત્રી અમિત શાહના આદેશ પર ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. ગૃહ મંત્રાલયના આ આદેશ બાદ દિલ્હી પોલીસે વરિષ્ઠ અધિકારી શાલિની સિંહને આ સંબંધમાં રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું.

દુર્ઘટનાની રાત્રે દિલ્હી પોલીસ સતર્ક નહોતી
અત્રે ઉલ્લેખનીય છે કે અંજલિનું 1 જાન્યુઆરીએ દિલ્હીના કાંઝાવલામાં મોત થયું હતું. તેના મૃતદેહને દિલ્હીની ગલીઓમાં 12 કિલોમીટર સુધી કાર સાથે જ ખેંચવામાં આવ્યો હોવાની થિયરી ઉપર પોલીસે કેસ દાખલ કર્યો હતો પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ બધું તે રાત્રે બન્યું જ્યારે આખો દેશ નવા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો. દિલ્હી પોલીસના કડક સુરક્ષાના દાવા વચ્ચે અંજલિનું રસ્તામાં જ મોત થયું હતું.

ઘટનાને જોનારે પોલીસને સતત સંપર્ક કર્યો પણ તેને દાદ આપી ન હતી
કાંઝાવલામાં 1 જાન્યુઆરીની સવારે એક રાહદારી એ એક મૃતદેહને કારની પાછળ ઘસડતો જોયા બાદ તેણે લગભગ 3.24 વાગ્યે પોલીસને ફોન કર્યો હતો. દીપક નામના યુવકે જણાવ્યું કે તે વહેલી સવારે લગભગ 3.15 વાગ્યે દૂધની ડિલિવરી માટે રાહ જોઈ રહ્યો હતો ત્યારે તેણે એક કાર આવતી જોઈ પાછળના પૈડામાંથી જોરદાર અવાજ આવી રહ્યો હતો. આ પછી તેણે પોલીસને કારની પાછળ લટકતી લાશ અંગે જાણ કરી હતી. દીપકે કહ્યું હતું કે તે સવારે 5 વાગ્યા સુધી પોલીસ સાથે સંપર્કમાં રહ્યો હતો છતાં કોઈ ઘટનાસ્થળે આવ્યું ન હતું.. તેણે બેગમપુર સુધી કારનો પીછો કર્યો હતો.

પોલીસના સંપર્કમાં રહેલા દિપકનું કહેવું હતું કે પીસીઆર વાનમાં હાજર પોલીસે જવાબ આપ્યો ન હતો અને કેસમાં કોઈ રસ દાખવ્યો ન હતો. દીપકનો દાવો છે કે જ્યાં સુધી શરીર ચૂંથાઈ ન જાય ત્યાં સુધી કાર અહીં-ત્યાં દોડતી રહી હતી અને ત્યારબાદ લાશ પડી ગયા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

Most Popular

To Top