Gujarat Election - 2022

ગુજરાતે હંમેશા દેશને રસ્તો બતાવ્યો છે, આ વખતે પણ દેશને પરિવર્તનનો રસ્તો બતાવશે: ભૂપેન્દ્રસિંહ હુડ્ડા

અમદાવાદ: ગુજરાત (Gujarat) સંતો વીરોની ધરતી છે ગુજરાત અને હરિયાણાનો વર્ષો જૂનો સંબંધ છે ભાજપની (BJP) કહેવાથી ડબલ એન્જિનની સરકારમાં લોકો મુશ્કેલીમાં છે મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારી કાયદો અને વ્યવસ્થા સહિતના અનેક પ્રશ્નો આજે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે મોંઘવારીને કારણે સામાન્ય અને ગરીબો વર્ગના ઘરમાં આજે બે ટાઈમ ચૂલો સળગાવવામાં પણ મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ ભાજપના શાસનમાં જોવા મળી રહી છે.

દેશને ગુજરાતે હંમેશા રસ્તો બતાવ્યો છે આ વખતની ચૂંટણીમાં આખો દેશ ગુજરાત તરફ જોઈ રહ્યો છે ગુજરાત દેશને પરિવર્તનનો રસ્તો બતાવશે, તેવું આજે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં બેરોજગારી ખૂબ વિકટ પ્રશ્ન છે. યુવાનોને રોજગારી મળતી નથી, બીજી તરફ સરકારી ભરતીઓમાં ગુજરાતમાં અત્યાર સુધી 22 પેપરો લીક થયા છે. ભાજપ સરકારમાં ખેડૂતો પરેશાન છે, અને ખેડૂતો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે.

Most Popular

To Top