Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ વૈષ્ણોદવી સર્કલ પાસે શ્રમિકો સાથે ભોજન લીધું

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા ઉપર નવા શ્રમિક ભોજન (Food) કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલ દ્વારા શ્રમિકોને ભાવથી ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમની સાથે મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ડૉ. અંજુ શર્માએ પણ શ્રમિકોને ભોજન પીરસ્યું હતું.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૈષ્ણોદવી સર્કલ પાસે શ્રમિકો સાથે ભોજન લીધું
  • રાજ્યના ૧૭ જિલ્લા ૧૫૫ કડિયાનાકા ઉપર ભોજન કેન્દ્રોનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રી બલવંતસિંહ રાજપૂતે શ્રમિકો સાથે બેસીને ભોજન લઇ તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. મુખ્યમંત્રીએ ધન્વંતરી રથની મુલાકાત કરીને માહિતી મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વડોદરા અને વલસાડ એમ કુલ-૧૭ જિલ્લા ખાતે આવેલા કુલ ૧૫૫ કડિયાનાકા ઉપર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર ૫૦થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોર સ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Most Popular

To Top