SURAT

હીરાના વેપારીના પુત્રએ મોજશોખ માટે 52 લાખના હિરા ઘરમાંથી ચોરી 24 હજારમાં વેચી દીધા

સુરત: (Surat) સીમાડા ખાતે રહેતા હિરાના વેપારીના (Diamond Trader) ઘરમાંથી તેના 16 વર્ષના પુત્રએ 52 લાખના હિરા છેલ્લા ચાર મહિનામાં ધીમે ધીમે ચોરી (Theft) કરી વેચી દીધા હતા. વેપારીની પુત્રએ તેના મિત્રો સાથે મળી 52 લાખના હિરા માત્ર 24 હજારમાં વેચ્યા હતા. અને તેમાંથી એક સેકન્ડ આઈફોન લીધો હતો. વેપારીએ કબાટમાંથી હિરાના પેકેટ નહી મળતા ઘટના સામે આવી હતી.

  • હીરાના વેપારીના પુત્રએ મોજશોખ માટે 52 લાખના હિરા ઘરમાંથી ચોરી 24 હજારમાં વેચી દીધા
  • વેપારીએ તેના 16 વર્ષના પુત્ર, હિરા ખરીદનાર અને મદદ કરનાર સહિત 6 સામે ગુનો નોંધ્યો

મુળ અમરેલીના વતની અને સુરતમાં સીમાડાગામમાં ચામુંડાનગરમાં રહેતા 50 વર્ષીય કાળુભાઈ છગનભાઈ કથીરીયા માતાવાડી પાસે હીરાનું કારખાનું ધરાવે છે. તેમનો નાનો પુત્ર સ્મિત ધોરણ 11 માં અભ્યાસ કરે છે. કાળુભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં તેમના પુત્ર સ્મિત તથા દર્શન જયસુખ સાંગાણી (રહે. વિકટોરીયા રેસીડેન્સી પાસોદરા), આનંદ હર્ષદ પોકળ (રહે. રૂક્ષ્મણી સોસાયટી, કાપોદ્રા), રવજીભાઈ પોપટભાઈ કાછડીયા (રહે.રૂક્ષ્મણી સોસા.), જયેશ ઘનશ્યામભાઈ રામાણી અને ઉર્પિત સંજય ઠુમ્મરની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

કાળુભાઈ છેલ્લા નવ મહિનાથી બિમાર હોવાથી પથારીવશ હતા. હીરા માર્કેટમાં મંદી હોવાથી તેમને 269 કેરેટના 6 પેકેડ હીરા જેની કિમત 52 લાખની થાય તે ઘરમાં કબાટમાં મુક્યા હતા. 15 દિવસ પહેલા તેમને જોયું તો હિરાના પેકેટ ગાયબ હતા. બાદમાં તેમનો પુત્ર સ્મિત કબાટ ખોલીને છેલ્લા 3 મહિનામાં આ હિરા વેચી દીધાનું ધ્યાને આવ્યું હતું. પુત્રને પુછતા ચાર મહિના પહેલા જુલાઈ મહિનામાં પહેલી વખત હિરાનું પેકેડ તેના મિત્ર આનંદ હર્ષદભાઈ પોકળને વેચવા આપ્યું હતું. આ હીરાનું પેકેટ આનંદ તેનો મિત્ર જયેશ વરાછા મીની બજાર ગયા હતા.

જ્યાં દર્શન સાંગાણીને મળી હિરાનું પેકેટ આપી ભાવતાલ કર્યો હતો. તેને બીજા ત્રણપેકેટ માંગતા ઘરેથી તે પણ ચોરી કરી તેને આપ્યા હતા. પરંતુ બાદમાં તેને પૈસા આપવાની ના પાડી દીધી હતી. જેથી ઘરેથી 15 દિવસ પછી બીજું હિરાનું પેકેટ ચોરી કરી તેના મિત્ર આનંદને બોલાવી મીની બજાર ગયો હતો. જયેશ રામાણી હીરાનું પેકેટ લઈ પોપટભાઈ કાછડીયાને વેચ્યું હતું. જેના રૂપિયા 3 હજાર આપ્યા હતા. થોડા દિવસ પછી ફરીથી એક પેકેટ ચોરી રવજીભાઈને 8 હજારમાં અને રવજીભાઈને 7 હજારમાં વેચાણ કર્યું હતું. એક મહિના પછી 5 મું હિરાનું પેકેટ ચોરી કરી આનંદને આપતા તેને 6500 રૂપિયા આપ્યા હતા.

Most Popular

To Top