Gujarat

ગુજરાત હિલ સ્ટેશન બની ગયું, 91 તાલુકામાં કમોસમી વરસાદ

ગુજરાત પર સરકીને આવેલા સાયકલોનિક સર્ક્યૂલેશન તથા અરબી સમુદ્રમાં બનેલા લો પ્રેશરને પગલે છેલ્લા 48 કલાકથી ગુજરાતમાં કમોમિી વરસાદ થઈ રહ્યો છે. આજે ગુરૂવારે સાંજ સુધીમાં રાજયમાં 91 તાલુકાઓમાં વરસાદ થયો હતો. આ ઉપરાંત સતત વાદળછાયું વાતાવરણ રહેતાં તેના પગલે શીત લેહરની તિવ્ર અસર વર્તાતી હતી. ઠંડીના કારણે શહેરી તથા ગ્રામીણ લોકો પણ ધ્રુજી ગયાં હતાં. જેમાં ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાન થવા પામ્યું છે.

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં દક્ષિણ, મધ્ય, તથા પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. જેમાં છોટા ઉદેપુરમાં વધારે માવઠાની અસર થવા પામી છે. સાંજે છ વાગ્યા સુધીમાં ડભોઈમાં દોઢ ઈંચ થી વધારે ( 41 મીમી ), બોડેલીમાં સવા ઇંચ, તિલકવાડામાં 1 ઇંચ, સુરતના માંગરોળમાં પોણો ઇંચ, ગરૂડેશ્વરમાં 19 મીમી, શંખેડામાં 18 મીમી, જાબુંઘોડામાં 15 મીમી, હાસોંટમાં 14 મીમી, અંકલેશ્વરમાં 12 મીમી, પલસાણામાં 11 મીમી, ઝાલોદમાં 11 મીમી, તાપીના ઉચ્છલમાં 10 મીમી, નર્મદાના નાંદોદમાં 10 મીમી વરસાદ થયો હતો. રાજયના અ્ય તાલુકાઓમાં 10 મીમી થી ઓછો વરસાદ થયો હતો.

છેલ્લા 24 કલાકમા રાજયમાં ભર શિયાળે માવઠું થયુ છે. જેમાં ગુજરાતમાં મનાલી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજયમાં ગત 24 કલાકમાં 129 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં છ ઇંચ, વલસાડ, નવસારી પારડીમાં 3 ઇંચ, ખેરગામ, ઉમરગામ, મહુવા, પલસાણામાં 3 ઈંચથી વધુ અને ડાંગ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, ઊના અને ખાંભામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો હતો.

રાજ્યના તમામ શહેરોમાં પારો 20 ડિગ્રીથી નીચે ઉતરી ગયો, અમરેલીમાં 19, ભાવનગરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરાત પર મિની વાવાઝોડાની અસરના કારણે શીત લહેરની અસર જોવા મળી રહી છે. અમદાવાદ – ગાંધીનગરમા વરસાદના ઝાપટા ઉપરાંત ઠંડીની પણ અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 17 ડિ.સે., ગાંધીનગરમાં 16 ડિ.સે., ડીસામાં 19 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 17 ડિ.સે., વલસાડમાં 9 ડિ.સે., ભૂજમાં 18 ડિ.સે., નલિયામાં 15 ડિ.સે., અમરેલીમાં 19 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે.,રાજકોટમાં 19 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 19 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.આમ વલસાડમાં અચાનક 9 ડિગ્રી જેટલો ઠંડીનો પારો નીચે ગગડી ગયો હતો.

Most Popular

To Top