Gujarat

મુંબઈમાં વાઈબ્રન્ટ સમિટ પહેલા રોડ શો યોજાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઇમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠક, રોડ-શો, મુંબઇ સ્ટોક એક્સટેન્જની મુલાકાત અને સિદ્ધિવિનાયક મંદિરે દર્શન એમ દિવસભર બેક-ટુ-બેક કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના બીજા રોડ-શોના પ્રારંભે મુંબઇમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક કરી હતી.

મુખ્યમંત્રી સાથેની વન-ટુ-વન બેઠકના આ ઉપક્રમમાં સૌ પ્રથમ ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે મુખ્યમંત્રીને મળીને ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી.તેમણે ટાટા હોટેલ્સ દ્વારા કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણમાં પણ તેઓ આગામી સમયમાં આગળ વધશે તેવી તત્પરતા વ્યક્ત કરી હતી.તેમણે આગામી સમયમાં ટાટા કેમિકલ્સના પ્લાન્ટના એકસ્પાનશન માટેની પણ તત્પરતા વ્યક્ત કરીને ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી પટેલ સાથે કોટક મહિન્દ્રા બેંકના એમ.ડી. અને સી.ઈ.ઓ. ઉદય કોટકે વન-ટુ-વન બેઠક યોજીને ગુજરાતે સાધેલી વિકાસમય પ્રગતિની પ્રસંશા કરી હતી. ખાસ કરીને ગિફ્ટ સિટીમાં ફાયનાન્સ અને બેન્કિગ સેકટર માટે જે અદ્યતન સુવિધાઓ વિકસી છે તે આ સેકટરના રોકાણકારો માટે વિશાળ તકો પૂરી પાડે છે તેમ જણાવ્યું હતું. ઉદય કોટકે પોતે ગુજરાતી હોવાના નાતે ગુજરાતના વધુ ગતિશીલ વિકાસમાં અને સમાજ હિત કામો માં પોતાની સહભાગિતા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સ્વાન એનર્જીના એમ.ડી નિખિલ મરચન્ટે બેઠક યોજીને જાફરાબાદમાં આગામી બે વર્ષમાં તેમના દ્વારા પાંચ એમ.એમ.પી.ટી.એ કેપેસીટીના એલ.એન.જી ટર્મિનલ કાર્યરત કરવાના આયોજનની મુખ્યમંત્રીને વિગતો આપી હતી.મુખ્યમંત્રી પટેલની બેંક ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ સુશ્રી કાકુ નખાટે સાથે થયેલી બેઠકમાં સુશ્રી કાકુ નખાટેએ બેંક ઓફ અમેરિકાના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.

બેંક ઓફ અમેરિકા ગિફ્ટી સિટી કેમ્પસમાં એક લાખ ચોરસ ફૂટમાં ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર ચલાવી રહ્યું છે. આ ઉપરાંત તેમણે અંબુજા સિમેન્ટ અને એસીસીના સીઇઓ નીરજ અખૌરી, સન ફાર્માના દિલીપ સંઘવી, સિયેટ ટાયર્સના અનંત ગોયેંકા, રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિખિલ મેસવાણી, જનરલ ઇલેક્ટ્રીકલ સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ અને સી.ઇ.ઓ. મહેશ પલશીકર હિંદુજા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અશોક હિંદુજા સહિતના અગ્રણીઓ સાથે વન ટુ વન બેઠક યોજી હતી

Most Popular

To Top