Gujarat

ગીરસોમનાથના દરિયામાં 15 બોટ ડૂબી, 10 ખલાસીઓ લાપત્તા

ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. શિયાળામાં ચોમાસા જેવો માહોલ ઊભો થયો છે. જેના કારણે રાજયમાં શીત લહેરની અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને તેજ ગતિએ પવન ફૂંકાવવાના કારણે દરિયો પણ તોફાની બની ગયો હતો. ગીર સોમનાથમાં 15 જેટલી માછીમારીની બોટ ડૂબી જવા ઉપરાંત 8થી 10 જેટલા માછીમારો – ખલાસીઓ લાપત્તા થઈ ગયા છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં દરિયો તોફાની રહેશે એટલું જ નહીં, માછીમારી કરવા નહીં જવુ તેવી ચેતવણી પણ આપી હતી. તેમ છતાં ગીર સામનાથના કેટલાંક માછીમારો પોતાની બોટ સાથે માછીમારી કરવા ગયા હતાં. અલબત્ત, તેજ ગતિએ પવન ફૂંકાવવાના કારણે 15 જેટલી બોટ ડૂબી ગઇ હતી.

જેમાં 8થી 10 જેટલા માછીમારો દરિયામાં ફસાયા હોવાના સમાચાર મળ્યા હતાં.
માછીમારો સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું હતું કે, દરિયામાં વાવાઝોડાની સ્થિતિમાં આ બોટ ડૂબી ગઈ હોવાનું મનાય છે. ખાસ કરીને આ બોટ દરિયા કિનારાથી 1 કિમી દૂર હોવાના કારણે તોફાની દરમ્યાન તે ડૂબી ગઈ હોવાનું લાગે છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે રેસક્યૂ ઓપરેશનની સૂચના આપી
ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના નવાબંદર પર વાવાઝોડા અને વરસાદ ને કારણે માછીમારી માટેની પાંચ બોટમાં રહેલા 14 જેટલા ખલાસી પૈકીના 8 સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ રાહત માટે ના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રી પટેલે આપેલી સૂચનાને પગલે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડ ની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી ગુમ થયેલા માછીમારો ને શોધવા અને પરત લાવવા ની કાર્યવાહી યુધ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે.મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમાર ને પરિસ્થતિ પર નજર રાખવાની પણ જણાવ્યું છે .કોસ્ટ ગાર્ડ દ્વારા ત્વરીત રેસ્કયૂ ઓપરેશન હાથ ધરીને કેટલાંક માછીમારોને એર લિફ્ટ પણ કર્યા હતા.

Most Popular

To Top