SURAT

દેશના અનેક રાજ્યોમાં ફાઈવ સ્ટાર હોટેલોમાં કરોડોની ચોરીઓ કરનાર સુરતથી ઝડપાયો

સુરત: (Surat) રાજસ્થાનના જયપુરમાં આવેલી ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાઇ કરોડોની ચોરી (Theft) કરનાર રીઢા આંતરરાજ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે 2 કરોડની કિંમતના સોનાના ડાયમંડ (Gold Diamond) જડીત ઘરેણાઓ સાથે સુરતમાંથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમને બાતમી મળી હતી કે, જયપુરમાં ફાઈવ સ્ટાર હોટેલમાં કરોડોની ચોરીનો આરોપી હાલ દિલ્લી ગેટ પાસે છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે પહોંચીને આરોપી જયેશ રવજીભાઇ સેજપાલ (લુહાણા) (રહે. બી / ૨ પદમાવતી એપાર્ટમેન્ટ મુક્તાનંદ રોડ વાપી વેસ્ટ જી. વલસાડ તથા મુળ જામનગર) ને દીલ્લીગેટ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી બે કરોડની કિંમતના ઘરેણા કબજે લેવાયા હતા.

આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું છે કે, આજથી ચાર પાંચ દિવસ પહેલા રાજસ્થાનના જયપુર શહેરમાં આવેલી ફાઇવસ્ટાર હોટલ ક્લાર્કસમાં ચોરી કરવાના ઇરાદે ગયો હતો. ત્યા આગળ રૂમ નંબર 437 મા રાહુલ નામના વ્યક્તિનું લગ્ન હોવાની માહીતી મેળવી હતી. અને સાંજના સમયે રૂમવાળા બહાર ગયા હતા ત્યારે રૂમનો દરવાજો ખોલી રુમની તિજોરી ખોલી તેમાંથી કીમતી ધરેણાઓની ચોરી કરી નાસી ગયો હતો. આરોપીની ધરપકડ બાદ જયપુર તથા ઉદયપુર ખાતેની હોટલમાંથી થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો.

આરોપી આ રીતે ફાઈવ સ્ટાર હોટલોમાં ચોરીને અંજામ આપતો
આરોપી ફાઇવસ્ટાર હોટલોમાં વેપારી તરીકે રોકાતો હતો. લગ્ન પ્રસંગ તથા પાર્ટી ફંકશનમાં આવેલા લોકોની ભીડભાડમા ઉભો રહી આવતા જતા મહેમાનો સાથે ભળી જતો હતો. અને તેમની વાતચીત પરથી તેમના નામ અને રુમ નંબર અંગેની માહીતી મેળવી લેતો હતો. બાદમાં રીસેપશન કાઉન્ટર પરથી પોતે રૂમ બુક કરનાર બોલતો હોય તેમ રુમ નંબરની ચાવી માંગી તે રુમમાં જઇ રૂમમાંથી લોકર ખોલવાનો પ્રયત્ન કરતો અને લોકર ન ખુલે તો રૂમમાંથી રીસેપશન કાઉન્ટર પર ફોન કરી લોકરનો પીન નંબર ભુલી ગયો છું તેમ કહી હોટલ સ્ટાફને બોલાવી લોકર ખોલાવતો હતો. અને લોકર ખોલી તેમાંથી જે કઇ મળે તે ચોરી કરી નાસી જતો હતો.

દેશના અનેક રાજ્યોમાં ફાઈવ સ્ટાર હોટેલોમાં કરોડોની ચોરીઓ કરી છે
રીઢા આરોપી સામે વર્ષ 2003 માં મુંબઈ ખાતેની હોટલમાંથી લેપટોપ ચોરીનો ગુનો નોંધાયો હતો. વર્ષ 2005 માં આગ્રાની હોટલમાં રોકાઈ ત્યાંથી 1700 ડોલરની ચોરી કરી હતી. વર્ષ 2019 માં હૈદ્રાબાદ ખાતેની હોટલમાંથી 500 ગ્રામ ગોલ્ડની ચોરી કરવાના ગુનામાં પકડાયો હતો. કોઇમબતુર ખાતેની હોટલમાંથી 150 ગ્રામ ગોલ્ડ જ્વેલરી ચોરી કરવાના ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે. કેરલા ખાતેની હોટલમાંથી 125 ગ્રામ ગોલ્ડ જ્વેલરી ચોરીના ગુનામાં, વિશાખાપટ્ટનમ ખાતેની હોટલમાંથી રોકડ તથા ગોલ્ડ જ્વેલરી ચોરીના ગુનામાં પણ પકડાયો હતો.

પોલીસે આરોપી પાસેથી કબ્જે કરેલી વસ્તુઓ

  • સોનાના કંગન -ગુલાબના ફૂલના ડીઝાઇનવાળા નંગ- 2
  • સોનાનો હાર રાણી ELIZABETH.II 50. DOLLARS 1947 લખેલ ડીઝાઇનવાળો – સાચા કલચર મોતી માળામા સોનાનુ હીરા જડીત પેન્ડલ નંગ- ૧
  • સોનાનો હીરાજડીત, બ્લ્યુ પન્ના સ્ટોન જડીત હાર તથા કાનની બુટ્ટી સાથેનો સેટ નંગ-1
  • ડાયમન્ડ જડીત સોનાનો હાર નંગ- 1
  • હીરાજડીત સોનાનો પાટલો નંગ- 1
  • સફેદ ધાતુના અમેરીકન ડાયમન્ડ જડીત કંગન નંગ-૨
  • સેમસંગ કંપનીના મોબાઇલ ફોન નંગ-2
  • રોકડા રૂ. 37950

Most Popular

To Top