National

સતત પાંચમા મહિને જીએસટી ક્લેક્શન રૂ. 1 લાખ કરોડની ઉપર

ફેબ્રુઆરીમાં સતત પાંચમા મહિને જીએસટી કલેક્શન રૂ. 1 લાખ કરોડને પાર રહ્યું હતું અને વાર્ષિક ધોરણે 7 ટકા વધીને તે રૂ. 1.13 લાખ કરોડ રહ્યું હતું એમ નાણાં મંત્રાલયે આજે જણાવ્યું હતું.ડિસેમ્બરમાં રૂ. 1.15 લાખ કરોડ અને જાન્યુઆરીમાં રૂ. 119875 કરોડ એમ બે મહિના રેકોર્ડ બ્રેક કલેક્શન રહ્યું હતું.

ફેબ્રુઆરીમાં 113143 કરોડના ક્લેક્શનમાંથી સેન્ટ્રલ જીએસટી રૂ. 21092 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 27273 કરોડ, આઇજીએસટી રૂ. 55253 કરોડ અને સેસ કલેક્શન રૂ. 9525 કરોડ રહ્યું હતું. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન રૂ. 1.05 લાખ કરોડ હતું.

નાણા મંત્રાલયે કહ્યું કે ફેબ્રુઆરીમાં આયાતી સામાન પરની આવક 15% વધી હતી. કોરોના પછી આ સતત પાંચમી વાર કલેક્શન એક લાખ કરોડની ઉપર અને ત્રીજી વાર 1.1 લાખ કરોડની ઉપર રહ્યું છે. આ આર્થિક રિકવરીનો સ્પષ્ટ સંકેત છે.

એપ્રિલ 2020માં લૉકડાઉનના કારણે જીએસટી કલેક્શન ગગડીને રૂ. 32172 કરોડ થઈ ગયું હતું. દરમ્યાન નાણાં મંત્રાલયે ઑક્ટોબરથી રાજ્યોને જીએસટી ઘટ તરીકે રૂ. 1.04 લાખ કરોડ છૂટા કર્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top