SURAT

APMC માર્કેટ બંધ: શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો, તંત્રને રજુઆત

સુરત એ.પી.એમ.સી. માર્કેટ બેમુદતી સમય માટે બંધ કરવાના કારણોસર આજથી શાકભાજી અને ફળફળાદીના ભાવોમાં અતિશય ઉછાળો જોવા મળ્યો છે તેને ધ્યાને લઈને લોકોને જરૂરીયાતને પહોંચી વળવા બાબતે કોર્પોરેટર વિજય પાનસેરીયા દ્વારા તંત્રને રજુઆત કરવામાં આવી છે.

પોલીસ કમિશનર અને કલેકટરના સંયુકત નિર્ણય બાદ સુરતની મુખ્ય શાકભાજી અને ફળફળાદી વેચાણ કરતી એ.પી.એમ.સી. માર્કેટ બેમુદતી સમય માટે બંધ કરી દેવામાં આવેલ છે. જેથી તેની સીધી અસર આજરોજથી લોકોમાં જોવા મળી રહી છે. શાકભાજીના ભાવોમાં અતિશય ઉછાળો અચાનક જ આવી ચુકેલ છે. જેને અંકુશમાં લેવા સારી અને સુચારુ વ્યવસ્થા આપ સહીત પોલિસ કમિશનરના અને કલેકટરના તમામ વિભાગોના સંકલન થકી પરિપુર્ણ કરવાની આવશ્યક છે.

સૌ પ્રથમ મહાનગરપાલિકા દ્વારા અંદાજીત ૫ થી ૬ જેટલા મોટા પ્લોટો જે ખુલ્લા હોય ત્યાં એ.પી.એમ.સી. માકેર્ટના વેપારીઓને બેસાડી ખેડુતો પાસેથી માલ લેવાની વ્યવસ્થા પરીપુર્ણ કરવી ત્યારબાદ મહાનગરપાલિકાના તમામ ગાર્ડનો અને જે વિસ્તારમાં ગાર્ડન ન હોય તેવા વિસ્તારમાં ખુલ્લા પ્લોટો, સ્પોર્ટસ કોમ્પલેક્ષો કે અન્ય મિલકતો ખાતે કે જયાં એન્ટ્રી અને એકઝીટની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય ત્યાં છુટક વેપારીઓને હંગામી ધોરણે સગવડ ઉભી કરી જગ્યા ફાળવવી જેથી સમગ્ર સુરત શહેરના લોકોને સુચારું વ્યવસ્થાના ભાગરૂપે રોજીંદી જરૂરીયાતનું શાકભાજી તેમજ ફળફળાદી જેવી વસ્તુઓ મળી શકે.આ અંગે પત્રમાં રજુ કરેલા તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને સમગ્ર સુચારુ વ્યવસ્થા તંત્ર ગોઠવીને લોકોની સાથોસાથ હાલમાં કોરોના વાયરસના પ્રકોપના લીધે લોકડાઉનના સમયે ખેડુતોને તેમના પાકનો યોગ્ય ઉપજ ભાવ મળી રહે તો ગ્રામ્ય વિસ્તારોની આર્થીક કમર તુટી ન જાય તેની પણ કાળજી લેવાની પ્રક્રિયા લેખે લાગશે.

-બાગ-બગીચાઓને અસ્થાયી વિતરણ કેન્દ્રમાં ફેરવીને વધારાના જરૂરીયાત મુજબ શાકભાજી અને ફળફળાદીનું વિતરણ કેન્દ્ર બનાવી શકાય.
-ગાર્ડનનમાં પાર્કિંગની વ્યવસ્થા મળી રહે છે, ગાર્ડનમાં મર્યાદીત એન્ટ્રી અને એકઝીટ અને કમ્પાઉન્ડ વોલ હોવાથી વ્યવસ્થા જાળવી શકાય એમ છે.
-ગાર્ડનમાં ઓછા સીકયુરીટી પોઈન્ટ(સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ) સાથે સંચાલન કરી શકાય છે.લોકો પોતાના વિસ્તારમાં આવેલા ગાર્ડનની વાકેફ હોય છે.

-ફરજીયાત માસ્ક પહેરેલા લોકોને જ ગાર્ડનમાં પ્રવેશ આપી શકાશે.

શાકભાજી અને ફળફળાદીઓના વિક્રેતાઓને પણ સોશીયલ ડીસ્ટન્સ સાથે માલ વેચી શકે છે. સાથોસાથ ખરીદી કરવા આવતા લોકો પણ સામાજીક અંતરનો ઉદ્દેશ પ્રાપ્ત કરી શકાય છે.

ગાર્ડનમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે છે જેથી ઝડપથી સાફ-સફાઈ થઈ શકે છે અને સાથોસાથ ગાર્ડનમાં ઉત્પન્ન થતા કચરાને ગાર્ડનમાં જ ઉપયોગ કરી શકાય છે.

બગીચામાંથી ફળો અને શાકભાજીના વિતરણ થવાથી રસ્તાઓના દબાણો દુર થશે અને લોકોને એકબીજાથી ચેપ લાગવાની સંભાવના ઓછી થશે અને પોલીસ તંત્ર પણ કાયદો અને વ્યવસ્થા રસ્તાઓ પરના દબાણો દુર થવાથી સહેલાઈથી જાળવી શકશે.

બગીચાઓનો ખોલવા અને બંધ કરવાના સમયમાં તંત્રનું સંપુર્ણ નિયંત્રણ રહેશે અને ગાર્ડનને સરળતાથી સમયાંતરે જરૂરીયાત મુજબ સેનેટાઈઝ પણ કરી શકાય.ગાર્ડનમાં પુરતા પ્રમાણમાં ઓકસીજન મળી રહે છે જેથી તે લોકોના આરોગ્ય માટે પણ ઉપયોગી છે.
તે રીતની રજુઆત કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top