Gujarat

ગુજરાતમાં સરકારી વિભાગ માટે 1300 જગ્યા ખાલી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) સરકારી નોકરીની (Government job) તક શોધી રહેલા યુવાઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાનએ (Sarva Shiksha Abhiyan) 1300 પદોની ભરતી (vacancy) માટે એક નોટિફિકેશન (Notification) જાહેર કર્યું છે. ઈચ્છતિ ઉમેદવારો ભરતી માટે ઓફિશિયલ વેબસાઈટ ssarms.gipl.in પર જઈને અરજી કરી શકો છો. ભરતી પ્રક્રિયા માટે અરજી કરવાની શરૂઆત 12 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે.

ગુજરાતમાં સરકારી શાળામાં શિક્ષકોની જરૂરિયાતો વર્તાઈ રહી છે. તેથી શિક્ષકોના પદ માટે એક બમ્પર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાનએ શૈક્ષણિક વિભાગમાં સરકારી નોકરી માટે 1300 જેટલા પદની ભરતી બહાર પાડી છે. રાજ્યમાં અંદાજે શૈક્ષણિક વિભાગના અલગ અલગ ક્ષેત્રે 1300 પદ માટે શિક્ષકોની ભરતી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 1 ઓક્ટર 2022 છે.  

અરજી કરવાની શૈક્ષણિક લાયકાત
તમને જણાવી દઈએ કે આ પદ માટે ઉમેદવારોએ બીએડ પાસ અથવા તેના સકક્ષમ લાયકાત હોવી જરૂરી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત અરજી કરવાની શરૂઆત 12 સપ્ટેમ્બરના રોજ થઈ ગઈ છે. તેમજ ઉમેદવારો માટે ઉંમર મર્યાદા પણ રાખવામાં આવી છે. શિક્ષકોના પદ પર ભરતી માટે અરજીકર્તાની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ભરતી અંતર્ગત એજ્યુકેટર, સ્પેશિયલ એજ્યુકેટરના પદ પર પસંદ કરાનાર ઉમેદવારોને પગાર તરીકે 15000 રૂપિયા પ્રતિ મહિના આપવામાં આવશે. 

ઉમેદવારો આવી રીતે કરી શકે છે અરજી

  • ઈચ્છતિ ઉમદેવારોએ સર્વ શિક્ષા અભિયાનની ઓફિશિયલ વેબસાઈટ ssarms.gipl.in જવું
  • ત્યાર બાદ ભરતી વિભાગમાં જઈ કિલક કરવું
  • ત્યાર બાદ ઓનલાઈન અરજીની લિંક પર ક્લિક કરવું
  • પેજ ઓપન થતાં તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવી
  • આ તમામ માહિતીની પ્રિન્ટ લઈને ફોર્મ સબમિટ કરો

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરકારી શિક્ષકો સરકારના કેટલાક નિર્ણયોથી નારાજ થઈ રેલીઓ યોજી રહ્યાં છે. સરાકરી શાળાના તમામ શિક્ષકો પોતાની માંગણી માટે સરકાર પાસે વારંવાર અરજીઓ કરી રહ્યા છે. જેના સંદર્ભમાં 11 સપ્ટેમ્બરના રોજ સુરતના અઠવાલાઈન્સ ખાતે સુરત રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં એક મહાનગર સહિત 6 જિલ્લાના શિક્ષકો જોડાયા હતા. હમારી માંગે પૂરી કરો જેવા નારા સાથે સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. શિક્ષકો દ્વારા 7 પગાર પંચ, 4200 ગ્રેટ પે, અને જૂની પેન્શન યોજના ને લઈને મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગમાં 200 થી વધુ શિક્ષકો જોડાયા છે. જો સરકાર દ્વારા શિક્ષકોના હિત માટે યોગ્ય નિર્ણય લેવામાં ન આવશે તો 30મી સપ્ટેમ્બરે ફરી રેલી અને ધરણાની ચીમકી શિક્ષકો દ્વારા આપવામાં આવી છે.

Most Popular

To Top