જગત મુસાફરી કરવા આવેલાં માણસોમાં તમે અને હું, આપણે બધા જ કુદરતે ગોઠવેલી શ્વસનતંત્રની વૈજ્ઞાનિક શારીરિક પ્રક્રિયા મુજબ બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધીની સાંસારિક જીવનસફર ખેડવાની રહે છે. કોઈના પણ સહારા વગર બેસતાં પહેલાં જીવનભરનાં તમામ પરિચિત કે, અજાણ્યા સામાજિક પ્રાણીઓ સાથે કરેલાં કે સહન કરવા પડેલા સમ્માનનીય કે અપમાનિત થયેલાં સંસ્મરણોને ખરા દિલથી અલવિદા કહેવાનો સોનેરી અવસર સમજવો. આ ભવમાં મળ્યા. હવે ફરી કયા ભવમાં ભેટો થશે ખરો?
શંકા પ્રબળ બનશે. ધારણાઓ ખોટી ઠરશે. એકમેકને દિલથી માફી માગવા અને આપવા જેવો સોનેરી અવસર આપતી અત્યંત ઝડપી એવી કલ્પનાની આપણી અણગમતી રેલવેમાં જ્યારે સવાર થઈ કુદરતના ખોળે પંચતત્ત્વોમાં વિલીન થઇ રહ્યા હોઈએ ત્યારે અંતરાત્માને અનંત અને પરમ – શાશ્વત શાંતિ અને સુખદ અનુભવ કરી શકવા સમર્થ બનવા સાથે આપણી પાછળની પેઢીને સદા અજવાળું મળતું રહે એ માટે અત્યારે જ જાગૃત થઈ આપણા થકી કોઈનું દિલ ના ભાંગે, યેનકેન પ્રકારે કોઈને કશોય અણગમતો વ્યવહાર આપણાં વાણી, વર્તન અને વચનથી ના થાય એવી આંતર જાગૃતિ જરૂરી અને બનવાજોગ છે કે કોઈ કે તમારા પ્રતિ અજાણતામાંં વાણી, વર્તન કે વ્યવહાર કર્યા હશે, તો તેવી વ્યક્તિને પણ યાદ કરી પરસ્પરની ક્ષમાયાચના કરી લેવી.
સુરત – પંકજ શાં. મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.