Gujarat

રાજ્યભરની નોંધણી કચેરીઓ વધુ ડિજિટલ બનાવાશે : ભુપેન્દ્ર પટેલ

ગાંધીનગર : (Ghandhinagar) વિવિધ દસ્તાવેજોની નોંધણી કરાવવા આવતા રાજ્યના લાખો નાગરિકોને વધુ ઝડપી-પારદર્શક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યભરની નોંધણી કચેરીઓ (Registration Office) વધુ આધુનિક અને ડિજિટલ (Digitl) બનાવાશે. આજે ભારતમાં 40 ટકા થી વધુ વ્યવહાર ડિજિટલના માધ્યમથી થઈ રહ્યા છે. જે ડિજિટલ ઇન્ડિયાની સફળતા દર્શાવે છે, તેવું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે આજે નોંધણી સર નીરિક્ષક અને સુપરિન્ટેડન્ટ ઓફ સ્ટેમ્પ અંતર્ગત સ્ટેમ્પ અને નોંધણી કચેરીનો લોગો, ન્યુ પેમેન્ટ ગેટ વે- gARVI 2.0નું ICICI bank પેમેન્ટ ગેટ વે સાથે ઇન્ટિગ્રેશન, પેપરલેસ કચેરી તરફનું પગલું- દસ્તાવેજોનું ડિજિટલ સ્વરૂપે સંગ્રહ અને બેકઅપ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

  • ગાંધીનગર ખાતે નોંધણી સર નીરિક્ષક કચેરી અંતર્ગત
  • વિવિધ ચાર પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
  • નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થઈ

નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થઈ
ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાંથી આવેલા કર્મીઓ સાથે સંવાદ કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કામગીરી અને તેમના કર્મીઓ સાથે રૂબરૂ મળવાના હેતુથી આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે. જેના થકી સરકારની કામગીરી વધુ સરળ રીતે લોકો સુધી પહોંચાડી શકાશે. ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી આપણા સૌની કામ કરવાની ક્ષમતામાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે અને નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે.

Most Popular

To Top