Gujarat

રાજ્યમાં 71 કેદીઓ જેલમુક્ત: દિવાળી પોતાના પરિવાર સાથે ઉજવી શકશે

ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકારે જેલના (Jail) કેદીઓની જેલમુકિત અંગેની નીતિમાં સુધારો કરીને સંવેદનશીલતા સાથે માનવતાભર્યો અભિગમ દાખવ્યો છે. જેના પરિણામ સ્વરૂપે ખૂબ ટૂંકા સમયગાળામાં ૭૧ જેલ કેદીઓની જેલમુકિત દિવાળી (Diwali) પહેલા થતાં આ તમામ કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારો મનાવી શક્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંજૂર કરાયેલી આ દરખાસ્તના પગલે અનેક પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે.

  • 71 જેલ કેદીઓ જેલમુક્ત: દિવાળી પોતાના પરિવાર સાથે ઉજવી શકશે
  • રાજ્ય સરકારે જેલમુક્તિ અંગે માનવતાભર્યો અભિગમ અને સંવેદનશીલતા દાખવી નીતિમાં સુધારો કર્યો

દિવાળીના તહેવાર પહેલા જેલમુક્ત કરાયેલા કેદીઓની વિગત આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાબરમતી મધ્યસ્થ જેલમાંથી ૪૦ કેદીઓ, વડોદરા જેલમાંથી ૧૨, રાજકોટ જેલમાંથી ૪, લાજપોર જેલમાંથી ૮, નડિયાદ જેલમાંથી ૧, જૂનાગઢ જેલમાંથી ૧, ભરૂચ જેલમાંથી ૧, નવસારી જેલમાંથી ૧, મોરબી સબ જેલમાંથી ૧, ગોધરા સબ જેલમાંથી ૨ કેદીઓ મુક્ત કરાયા છે. જેલવાસ દરમિયાન કેદીઓની સારી વર્તણૂક પણ આ નિર્ણય પાછળ મહત્વનું પરિબળ છે.

Most Popular

To Top