Editorial

ગુજરાતમાં યોજાનારી G-20 વિશ્વને દિશા ચિંધશે

ભારત ડિસેમ્બર 2022 થી ડિસેમ્બર 2023 સુધી G20 સમિટનું અધ્યક્ષ રહેશે આ ભારત માટે એક ખૂબ જ મોટી સિદ્ધિ ગણી શકાય તેમ છે. તે માટે દેશમાં  200થી વધુ મીટિંગો થવાની છે. જેમાં 15 જેટલી બેઠકો ગુજરાતમાં પણ યોજાવાની છે.  ગુજરાતમાં 600થી વધુ ડેલિગેટ્સ આવી રહ્યા છે. જેમાં 200 જેટલા ઇન્ટરનેશનલ તેમજ 400 ભારતના ડેલિગેટ્સનો સમાવેશ થાય છે. આ બધા ડેલિગેટ્સ ઇન્ડસ્ટ્રી સંબંધિત ક્ષેત્ર સાથે સંકળયેલા છે. 24મીથી તેની પહેલી બેઠક યોજાવા જઇ રહી છે અને તેના માટેની ઇન્સ્પેન્સન બેઠક આજે જ યોજાવાની છે.

દેશની સાથે સાથે ગુજરાત માટે પણ આ મોટી સિદ્ધિ છે કારણ કે, 200 પૈકી 15 બેઠક તો ગુજરાતમાં જ યોજાવાની છે.B20 ઇન્સેપ્શન મીટિંગનું ઉદ્ધાટન સત્ર આવલતીકાલે  23 જાન્યુઆરી, 2023ના રોજ શરૂ થશે. આ ઓપનિંગ સેશનમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ પિયુષ ગોયલ, કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિનિ વૈષ્ણવ, B20 ઇન્ડિયાના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, G20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત અને ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી અનુરાગ જૈન ઉપસ્થિત રહેશે.

મંત્રીઓની સાથે સાથે બિઝનેશ જગતના દિગ્ગજ પણ આ બેઠકમાં હાજરી આપશે.B20 પ્રાથમિકતાઓ પર એક સ્પેશિયલ પ્લેનરી યોજાશે, જેમાં બજાજ ફાઇનસર્વના ચેરમેન અને એમડી  સંજીવ બજાજ, OECD ખાતે બિઝનેસના ચેરમેન  ચાર્લ્સ રિક જ્હોનસ્ટોન, માસ્ટરકાર્ડના વાઇસ ચેરમેન અને પ્રેસિડેન્ટ  માઇકલ ફ્રોમેન અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન આર.દિનેશ હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આ બેઠક માટે કોઇ કસર છોડવા માગતું નથી. જ્યારે સમગ્ર વિશ્વમાં વર્ષ 2023 ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે, ત્યારે આ જી-20 બેઠકમાં દેશ-વિદેશના તમામ ડેલિગેટ્સને વિવિધ મિલેટ્સની વાનગીઓ પણ પીરસવામાં આવશે.

આ બેઠક ઉપર એક નજર કરીએ તો ક્લાઈમેટ એક્શન વિષય ઉપર એક્સિલરેટિંગ ટુવર્ડ્સ નેટ ઝીરો એનર્જી ફોર ગ્રીનર એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર’, ‘રિથિન્કીંગ એન્ડ રિવાઇટલાઇઝીંગ ઇનોવેશન ટુ ડ્રાઇવ, ઇન્ક્લુઝીવ ઇમ્પેક્ટ’, જેવા વિષયોને આવરી લેવામાં આવશએ એટલું જ નહીં  ‘રિડિફાઇનીંગ ધ ગ્લોબલ ડિજીટલ કોઓપરેશન વિષય ઉફર અ કોલ ફોર એક્શન’, બિલ્ડિંગ રેઝિલ્યન્ટ ગ્લોબલ વેલ્યૂ ચેન્સ વિષય ઉફર એડવાન્સિંગ ઇન્ક્લુઝન એન્ડ ઇન્ટીગ્રેશન ઓફ ઓલ’અને ‘ફોસ્ટરીંગ ફાયનાન્શિયલ ઇન્ક્લુઝન એન્ડ એમ્પાવરીંગ સોસાઇટીઝ’ જેવા વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.  23 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે 6.00થી 7.00 વાગ્યા દરમિયાન ‘ગુજરાતમાં રહેલી તકો’ ઉપર પણ એક સ્પેશિયલ પ્લેનરી સેશન યોજાશે. આ સેશન ગુજરાતમાં રહેલી વ્યવસાય અને રોકાણની તકો અંગે એક ઝલક આપશે અને આ સત્ર એ શક્તિઓનું પ્રદર્શન કરશે જેના કારણે રાજ્ય આજે વર્ષોથી રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. આ સત્રમાં નાણામંત્રી  કનુભાઈ દેસાઇ, ઉદ્યોગમંત્રી  બળવંતસિંહ રાજપૂત, પ્રવાસનમંત્રી  મુળુભાઈ બેરા અને મુખ્ય સચિવ પંકજ કુમાર હાજરી આપશે.

24 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા પુનિત વન ખાતે યોગ સત્ર અને ઈકો-ટૂર, ગિફ્ટ સિટીની મુલાકાત તેમજ અડાલજની વાવની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ મિલેટ અંગે વાત કરતા કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં વર્ષ 2023 ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે, ત્યારે આ જી-20 બેઠકમાં દેશ-વિદેશના તમામ ડેલિગેટ્સને વિવિધ મિલેટ્સની વાનગીઓ પણ પીરસવામાં આવશે. G-20 ભારત માટે એક વિશેષ તક છે જેનાથી ભારત સમગ્ર વિશ્વને તેની ક્ષમતાથી માહિતગાર કરી શકશે એટલું જ નહીં હવે જ્યારે પહેલી બેઠક ગુજરાતમાં યોજાનારી છે તેના માટે મુખ્યમંત્રી જાતે જ તમામ ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યાં છે ટૂંકમાં ગુજરાતમાં યોજાનારી આ બેઠક વિશ્વને પણ દિશા ચિંધશે તેમાં કોઇ બેમત નથી .

Most Popular

To Top