Madhya Gujarat

ઝાલોદ ખાતેથી મુખ્યમંત્રી રૂ. 1000 કરોડથી વધુ રકમના કામોનું લોકાર્પણ કરશે

દાહોદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મગળવાર તા.૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે. મુખ્યમંત્રી રૂ.૧૦૦૦ કરોડથી વધુ રકમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ અવસરે કરશે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના ૨૭ સ્થળોએ કાર્યક્રમ યોજાશે ત્યારે દાહોદનાં ઝાલોદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ અને સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં રૂ.૧૦૦૦ કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી કરવાના છે.

જેમાં વ્યક્તિલક્ષી લાભની વિગત જોઇએ તો ૭૫૦૦ આવાસો માટે રૂ.૯૦ કરોડના ચેકનું વિતરણ કરાશે, વન અધિકાર અધિનિયમ અંતર્ગત ૧૧૦૦૦ અધિકારપત્રોનું વિતરણ કરાશે, સિકલ સેલના ૬૦૦૦ દર્દીઓને રૂ.૩.૬ કરોડની સહાયનું વિતરણ કરાશે, તેમજ ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ તથા શિષ્યવૃત્તિની રૂ.૧૬૦ કરોડની 5:14 વિશ્વ આદિવાસી દિવસ : રાજ્યકક્ષાની ઉજવણી દાહોદ … લાખ વિદ્યાર્થીઓને ગણવેશ તથા શિષ્યવૃત્તિની સહાયનું વિતરણ કરાશે. તદ્દઉપરાંત ૨૫૦૦ લોકોને દૂધાળા પશુઓના લાભ અને ૨૦૦૦ ખેડૂતોને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના લાભ અપાશે.ઝાલોદનાં સાયન્સ કોલેજના બાજુમાં મેલાણીયા ખાતે સવારે ૧૦.૩૦ કલાકથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

55 તેવી જ રીતે દાહોદ તાલુકા ખાતે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ જૂના ઇન્દોર હાઇવે રોડ પરના પ્રસંગ પાર્ટી પ્લોટ – ૨ ખાતે યોજાશે. લીમખેડા ખાતે રાજ્યકક્ષાના મંત્રી બ્રીજેશ મેરજાની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. પાલ્લી ગામ, જુની મામલતદાર કચેરી ખાતે યોજાશે. ગરબાડા ખાતે રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણીની અધ્યક્ષતા માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ જાબુંઆ રોડ ખાતેની માધ્યમિક શાળા , ગરબાડા ખાતે યોજાશે. તેમજ ફતેપુરા તાલુકાના સુખસર ગામની નૂતન વિદ્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવશે.

Most Popular

To Top