Dakshin Gujarat

દમણમાંથી હવે દારૂની સાથે ડ્રગની પણ હેરાફેરી, 3ની ધરપકડ

દમણ: સંઘપ્રદેશ દમણ(Daman)માંથી હવે દારૂ(Daru)ની સાથે ડ્રગ્સ(Drugs)ની પણ હેરાફેરી(Rigging) થઇ રહી છે. પોલીસે 2 ડ્રગ પેડલર(Drug peddler) અને એક ડ્રગ સપ્લાયર(Drug supplier)ની ધરપકડ કરી છે. ડાભેલમાં મોડી રાત્રે વાહન ચેકિંગ દરમ્યાન નંબર પ્લેટ વગરની બાઈક પર આવેલા ત્રણ શખ્સની શંકાના આધારે તપાસ કરતાં તેમની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે આ ત્રણેય લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • ડાભેલ પાસેથી 41.24 ગ્રામ MDMA ડ્રગ્સ સાથે 2 ડ્રગ પેડલર અને એક ડ્રગ સપ્લાયર પકડાયો
  • નંબર પ્લેટ વગરની મોટર સાઈકલ પર આવેલા 3 શકમંદને દમણ પોલીસે પકડી તપાસ કરતાં તેમની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું

દમણના તમામ પ્રવેશદ્વાર તથા અન્ય સરહદી રસ્તાઓ પર ગેરકાયદે પ્રવૃતિઓને ડામવા માટે ખાસ પોલીસ દ્વારા રાત્રી વાહન ચેકિંગ કાર્ય કરવામાં આવી રહ્યું છે. 25 જૂનના રોજ મોડી રાત્રે પોલીસને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે 3 જેટલા શખ્સ બાઈક પર ડાભેલના કિંગ બાર પાસે ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું વેચાણ કરવા અર્થે આવી રહ્યા છે. જે પ્રમાણેની બાતમી મળતા પોલીસની એક ટીમ સ્થળ પાસે જઈ વોચ ગોઠવતા વગર નંબર પ્લેટની બાઈક પર ત્રણ શખ્સ આવી રહ્યા હતા. તેઓ શંકાસ્પદ લાગતા તેમને ઉભા રાખી તેમની તલાશી લેતા તેમની પાસેથી સફેદ દૂધિયા કલરનો પાવડર મળી આવ્યો હતો. જે બાદ તુરંત વલસાડ એફએસએલની ટીમને બોલાવી પાવડરની ચકાસણી કરાવતા એફએસએલની ટીમે દૂધિયા પાવડર ની પુષ્ટિ કરતાં તે MDMA હોવાનું જણાવ્યું હતું. ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે લાખ્ખોનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે 41.24 ગ્રામ ડ્રગ્સ ને કબ્જે કરી આ મામલે પોલીસ મથકે NDPS એક્ટની કલમ 21 અને 22 હેઠળ ગુનો દાખલ કરી નાની દમણના કથીરિયા ધોબી તળાવ પાસે રહેતા 32 વર્ષીય ઉમેશ દિનેશ પટેલ ઉર્ફે કનુ, નાની દમણના ખારીવાડ પાસે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી 24 વર્ષિય શિવમ વિપિન શ્રીવાસ્તવ ઉર્ફે યોગી તથા મહારાષ્ટ્રના મુંબઈના 42 વર્ષીય અલી સુલેમાન મન્સૂરીની ધરપકડ કરી હતી. પોલીસે 41.24 ગ્રામ MDMA ડ્રગ્સ, 4 મોબાઇલ ફોન, 1 વજન કાંટા મશીન તથા 1 મોટરસાયકલનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top