Business

કતારમાં ઉભા રહી કમાણી કરે છે ફ્રેડી બેકેટ!

આપણે એવા સમયમાં જીવીએ છીએ  જ્યારે લોકો પાસે એક અમૂલ્ય જવાબ છે કે સમય નથી, કામ છે કે નહીં તે ખબર પડતી નથી પણ કેટલાંક કામ એવાં છે જે કરવામાં કાંટા જેવો કંટાળો ડંખે છે!સૌથી વધારે કંટાળો લાઈનમાં ઊભાં રહેવાનો છે.પ્રતીક્ષા કરવાની કે વારો આવે અને કામ થાય પણ ત્યાં સુધી ધીરજ કેળવવી એ પણ એક કળા છે,જે બધાં કેળવી શકતાં નથી પણ લંડનનો યુવક ફ્રેડી બેકેટ ધીરજવાન કલાકાર છે.જેને લાઈનમાં ઊભાં રહેવાનો કંટાળો નથી આવતો બલ્કે તેનાં માટે તો લાઈન લગાવવી એ નાણાં કમાવવાનો રસ્તો છે!  લોકો ઇઝી વેઝ ટુ અર્ન મની એટલે કે ઝડપથી કમાવવા ઇચ્છે છે દુનિયામાં તેનાં રસ્તા દેખાડવા માટે જાતજાતનાં પ્રયોગ થાય છે.નાણાં ચૂકવી લોકો  ઇઝી મનીની વિવિધ પદ્ધતિઓ જાણી લેતાં હોય છે! સરળતાથી પૈસા કમાવવાનો મોકો  બહુ અઘરો છે,તે બહુ મોડેથી સમજાય છે!

  મૂળ લંડનના વતની ફ્રેડી બેકેટની પૈસા કમાવવાની રીત ધીર અને ગંભીર છે.લોકોને જે કામમાં કંટાળો આવે છે તે કામ ફ્રેડી બેકેટ કંટાળો ખંખેરીને કરે છે.ગમે તે ઋતુ હોય તે બીજાના કામ પતાવવા કલાકો લાઈનમાં ઉભો રહે છે.  પહેલી નજરે આ કામ પણ સરળ લાગે ઘણીવાર કતાર એટલી લાંબી હોય છે કે તેને દિવસના આઠ કલાક માંડ માંડ આગળ વધવા માટે આપવા પડે છે.તેમાં અવિશ્વસનીય ધીરજની જરૂર પડે છે. એપોલો થિયેટરમાં પ્રદર્શન જેવી અત્યંત લોકપ્રિય ઇવેન્ટની ટિકિટ માટે કતારમાં રહેવાનું કહેવામાં આવે ત્યારે તેનાં મોંઘાં દિવસો ગણાય છે.જેમની પાસે ટીકીટ કપાવવાનો સમય નથી પણ એપોલો થિયેટરની ટીકીટ જોઈએ જ તેઓ ફ્રેડી બેકેટનો સંપર્ક સાધે છે.સત્ય એ છે કે તેઓ ફ્રેડી માટે ગમે તેટલી રકમ ચૂકવવા તૈયાર છે. 

 ફ્રેડી એક કલાક સુધી કતારમાં ઊભા રહેવા માટે 20 પાઉન્ડ ચાર્જ કરે છે. તેને ક્યુ-મેન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક વ્યાવસાયિક લેખક છે. તે રોજના 160 પાઉન્ડ  કતારમાં ઊભાં રહીને કમાય છે. જો ચાહે તો ફ્રેડી વધું પણ ચાર્જ વસૂલ કરી શકે પણ તે કલાક દીઠ 20 પાઉન્ડથી વધુની માંગણી કરતો નથી કારણ કે, તેનાં શબ્દોમાં કહીએ તો, આ કામ માટે કોઈ ખાસ કૌશલ્યની જરૂર નથી.જો કે ફ્રેડીના મિત્રો અને સંબંધીઓ તેના કામની મજાક ઉડાવતા હતા, પરંતુ ફ્રેડ્ડીએ કહ્યું હતું કે તેને આ કામ કરવામાં આનંદ આવે છે, તે છેલ્લા ત્રણ વર્ષથી આ કામ કરી રહ્યો છે. તેના કલાયન્ટસમાં યુવાનો ઉપરાંત મોટી ઉંમરના લોકો પણ સામેલ છે. એવાં પણ છે જેમને રાહ જોવી ગમતી નથી,બાકી જેઓ લાંબો સમય લાઈનો લગાવી શકે તેવી સ્થિતિમાં નથી,થોડી ધીરજ રાખવાની જરૂરત તેની વ્યાવસાયિક ચાવી છે!   

તે રમતની ટિકિટ હોય કે મૂવી, થિયેટર હોય કે ઇવેન્ટ લાઈન ટાળવી હોય તેને ફ્રેડી યાદ આવે અને અચૂક કામ થઇ જાય! ફ્રેડી બેકેટે લોકોના સમય અને શક્તિની અછતને આવકના સ્ત્રોતમાં ફેરવી દીધી છે.   આ યુવક દુકાનોમાં,મોલમાં શોપિંગ માટે, પ્રદર્શનો, સંગ્રહાલયો, અને થિયેટરોમાં દરેક જગ્યાએ કતારમાં જોવા મળે છે. ફ્રેડીને બધું પરવડે પણ ધીરજ ગુમાવવી ન પરવડે,આ જ વિદ્યા તેને ફાઈન આર્ટ્સમાં શીખી અને જીવનમાં ઉતારી છે. ફ્રેડીના ગ્રાહકો બાળકો ધરાવતા પરિવારોથી લઈને પેન્શનરો સુધીના છે. શોપિંગ, એક્ઝિબિશન, મ્યુઝિયમ, મૂવીઝ અને શો માટે ટિકિટ મેળવવા માટે ગ્રાહકો વધુને વધુ ફ્રેડીની સેવાઓ માટે પૂછી રહ્યાં છે.  જેમની પાસે પૂરતા પૈસા છે પરંતુ પૂરતો સમય નથી.એક કિસ્સો તો ગજબ બની ગયો.તેણે ફક્ત ત્રણ કલાકમાં એક શોની િટકિટ કતારમાં ઊભા રહી મેળવી લીધી,જેનાં માટે આ કામ કર્યું હતું તે મિસ્ટર જોને તેને કહ્યું કે ટીકીટો લઈ જવા તેની પાસે હાલ સમય નથી.

તો તેને રાહ જોવી પડશે,આ ભાવતું વધારે મળ્યું,મિસ્ટર જોન આવે તે પહેલાં શાંતીથી મ્યુઝિયમનું અવલોકન કર્યું.સમય સરસ પસાર કર્યો,ઘણું જાણવાં મળ્યું,વધારાની કમાણી થઈ તે ચોખ્ખાં નફામાં આવી! એવા સમયે પણ આવે છે જ્યારે તેને ઠંડીમાં લાઈનોમાં રાહ જોવી પડી હતી. જો કે ઉનાળા દરમિયાન તે સૌથી વધારે વ્યસ્ત હોય છે, ઉનાળામાં લંડનમાં તો મોટી ઇવેન્ટ્સ અને પ્રદર્શનો વધુ યોજાય છે.વધારે પ્રવેશની માંગને કારણે તેનાં દિવસો લાઈનમાં જ પસાર થાય છે.જેમની ટીકીટો મળે તેમને બોલાવી સોંપી ફરી ક્યુ-મેન કતારમાં ઊભાં રહી જાય છે! સારી કમાણી કરવા છતાં આને પૂર્ણ સમયની નોકરી ન બનાવી શકાય,પણ આશ્ચર્યજનક કહેવાય જ્યારે જગતમાં આંકડા રોજગાર અને બેરોજગારના દરરોજ આંચકો આપતાં હોય ત્યારે લંડન જેવાં શહેરમાં ફ્રીલાન્સ કહી શકાય એવું પોતાને મનગમતું અને બીજાને કનડતું લાઈનમાં ઊભાં રહી પોતાનો વારો આવે ત્યારે કામ પતાવી ફરી કતારમાં ઊભાં રહી જવાનું કામ કરીને ખુશ છે આ સ્ટેન્ડ અપ જોબમાં ક્યુ-મેન!

Most Popular

To Top