Vadodara

આખરે શહેરના નુર્મ આવાસનાવીજ તેમજ પાણી કનેક્શન કપાયાં

વડોદરા: શહેરના જર્જરિત નુર્મ આવાસના રહીશોને અનેકવાર નોટિસ આપવા છતાં તેઓ મકાનો ખાલી કરતા ન હતા. તેઓને વીજ જોડાણો કાપવાની તેમજ પાણી કનેક્શન કાપવાની પણ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ જયારે વીજ કનેક્શન કાપવા જાય ત્યારે અધિકારીઓને સ્થાનિકો ભગાડી દેતા હતા. પરંતુ આજે પાલિકા દ્વારા પોલીસ વિભાગની મદદ માંગવામાં આવી હતી. અને પોલીસ તેમજ વીજ કંપનીને સાથે રાખી પાણી તેમજ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં આવેલા નુર્મ આવાસ જર્જરીત બનતા પાલિકાની ટીમ દ્વારા તમામ નુર્મ આવાસના સ્થાનિકોને નોટિસ આપવામાં આવી હતી.

ત્યારે શહેરના પશ્ચિમ ઝોનમાં તાંદલજા વિસ્તારમાં આવેલ નીલગીરી વુડાના આવાસોના છેલ્લા ઘણા વર્ષોથી પાલિકાએ નોટિસ આપ્યા બાદ આજરોજ પાલિકાની ટીમ જીઇબીની ટીમ સાથે જે.પી.રોડ પોલીસને સાથે રાખીને આવાસોના વીજ જોડાણ તેમજ પાણીના કનેક્શન કાપવાની તજવીજ હાથ ધરી હતી. જર્જરીત આવાસોના પગલે કોઈ મોટી જાનહાની ન થાય તે માટે નિર્ભયાની ટીમ દ્વારા તમામ આવાસોના ચકાસણી કર્યા બાદ પાણી તેમજ વીજ કનેક્શન કાપવાની તજવીજ પાલિકાની ટીમ સાથે રાખીને કરવામાં આવી હતી.

તાંદલજા વિસ્તારમાં આવેલ નિલગરી વુડાના મકાનોમાં અનેકવાર પાલિકાની ટીમ જોડાણ પાણી કનેક્શન કાપવા ગઈ હતી પરંતુ સ્થાનિકોના વિરોધના કારણે ટીમને કાર્યવાહીમાં સ્થાનિકો અડચણરૂપ બન્યા હતા જ્યારે આજરોજ પાલિકાની ટીમ પશ્ચિમ ઝોન જીઈબીની ટીમ સાથે જે.પી પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને તમામ વુડાના મકાનના પાણી જોડાણ અને વીજ જોડાણ કનેક્શન કાપવામાં આવ્યા હતા જેને લઇને સ્થાનિકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top