National

આજથી તમામ નેશનલ હાઇવે ટોલ પ્લાઝાઓ પર ફાસ્ટેગ ફરજિયાત

સરકારે આજે જણાવ્યું હતું કે તેણે ૧પમી ફેબ્રુઆરીની મધરાતથી ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યું છે અને તે બેસાડાયા વિનાના કોઇ પણ વાહનને દેશભરના ઇલેકટ્રોનિક ટોલ પ્લાઝાઓ પર બમણો ચાર્જ કરવામાં આવશે. માર્ગ પરિવહન/ધોરી માર્ગ મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે નિર્ણય કર્યો છે કે રાષ્ટ્રીય ધોરી માર્ગો પરના ફી પ્લાઝાઓની તમામ લેનને ૧પ/૧૬ બ્રુઆરીની મધરાતથી ફાસ્ટેગ લેન ઓફ ધ ફી પ્લાઝા જાહેર કરવામાં આવશે.

આથી નેશનલ હાઇવે ફી રૂલ્સ ૨૦૦૮ મુજબ ફાસ્ટેગ ફીટ કરાયા વિનાનું કોઇ પણ વાહન અથવા વેલીડ અને કાર્યરત ફાસ્ટેગ વિનાનું કોઇ પણ વાહન ફાસ્ટેગ લેનમાં પ્રવેશશે તો તેને તેની કેટેગરી પર લાગુ પડતી ફીની બમણી જેટલી રકમ ચુકવવી પડશે એમ વેદનમાં જણાવાયું હતું. મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ટોલ ફી ડીજીટલ મોડ મારફતે ચુકવવામાં આવે તેને વધુ વેગ આપવા માટે, પ્રતિક્ષાનો સમય અને ઇંધણનો વપરાશ ઘટાડવા માટે અને ફી પ્લાઝાઓમાં વાહનો અટક્યા વિના સરળતાથી પસાર થઇ શકે તે માટે આ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મંત્રાલયે એમ અને એન કેટેગરીના મોટર વાહનોમાં ફાસ્ટેગ બેસાડવાનું ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી ફરજિયાત બનાવ્યું હતું. કેટેગરી એમમાં એવા વાહનો આવે છે કે જે મુસાફરોનું પરિવહન કરતા હોય અને ઓછામાં ઓછા ચાર પૈંડા ધરાવતા હોય અને કેટેગરી એનમાં એવા મોટર વાહનો આવે છે કે જેમાં ઓછામાં ઓછા ચાર પૈંડા હોય અને તેનો ઉપયોગ માલસામાનની હેરફેર માટે કરવામાં આવતો હોય જેમાં સામાન ઉપરાંત વ્યક્તિઓનું પરિવહન પણ થઇ શકે છે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે કહ્યું હતું કે, ફાસ્ટેગની અમલની સમયરેખા આગળ વધારવામાં આવશે નહીં. દરેક વાહનોના માલિકોએ તાત્કાલિક ઇ-ચુકવણી સુવિધા અપનાવી જોઈએ.ટોલ પ્લાઝા પર ફીની ઇલેક્ટ્રોનિક ચુકવણીની સુવિધા આપતા ફાસ્ટેગને વર્ષ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું.

ફાસ્ટેગ ફરજિયાત કરવાથી તે વાતની પુષ્ટિ થશે કે, વાહનોને મૂળ રૂપે ટોલ પ્લાઝામાંથી પસાર થાય. કારણ કે, ફીની ચુકવણી ઇલેક્ટ્રોનિક રૂપે કરવામાં આવશે.ગડકરીએ નાગપુર હવાઈમથક પર ફાસ્ટેગ અંગેના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, સરકારે ફાસ્ટેગની નોંધણીની તારીખ બેથી ત્રણ વખત લંબાવી છે. પરંતુ, હવે અમલની તારીખ આગળ લંબાવામાં નહીં આવે. જેથી, દરેક લોકોએ ફાસ્ટેગ ખરીદી લેવું જોઈએ.

કેટલાક માર્ગો પર ફાસ્ટેગની નોંધણી 90 ટકા થઈ ગઈ છે અને માત્ર 10 ટકા જ બાકી છે. તેમણે કહ્યું કે ફાસ્ટેગ ટોલ પ્લાઝા પર પણ ઉપલબ્ધ છે, લોકોએ ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે ફાસ્ટેગ અગત્યનું છે. કેન્દ્ર સરકારે વાહનો માટે ફાસ્ટેગના અમલની તારીખ 1 જાન્યુઆરી 2021થી 15 ફેબ્રુઆરી 2021 સુધી લંબાવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top