National

વિરોધ કરી રહેલા ખેડૂતોની એક્તાનું પ્રદર્શન કરતા ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે

બુધવારે એક વિશાળ રેલીને સંબોધન કર્યું હતું અને સરકારને ચેતવણી આપી હતી કે, જો નવા કૃષિ કાયદા રદ કરવામાં નહીં આવે તો સત્તામાં રહેવું મુશ્કેલ થઈ જશે. તેમણે કેન્દ્રને ત્રણેય કાયદાઓને રદ કરવા અને ન્યુનત્તમ ટેકાના ભાવ (એમએસપી) સિસ્ટમ ચાલુ રાખવાની ખાતરી આપવા માટે એક નવી રચના કરવા જણાવ્યું હતું. ટિકૈતે અગાઉ એક ન્યુઝ ચેનલને કહ્યું હતું કે અમે સરકારને ઑક્ટોબર સુધીનો સમય આપ્યો છે. જો સરકાર અમારું નહીં સાંભળે તો અમે દેશભરમાં 40 લાખ ટ્રેક્ટરો સાથે ટ્રેક્ટર રેલી કરીશું. અમે અત્યાર સુધી બિલ વાપસીની વાત કરી છે, સરકાર ધ્યાનથી સાંભળે, જો યુવાનો ”ગદ્દી વાપસી’નું એલાન આપે તો શું કરશો?

ઉત્તર પ્રદેશના બીકેયુ નેતા સપ્ટેમ્બરમાં ઘડવામાં આવેલા કેન્દ્રીય કાયદા વિરુદ્ધ ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલા અભિયાનના ભાગરૂપે દિલ્હી-યુપી બોર્ડર પર ગાઝીપુર ખાતે વિરોધ કરી રહ્યા છે. પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસા બાદ પોલીસે આ વિરોધ સ્થળોએ લોકોને આવતા રોકવા દીવાલો અને રસ્તાઓ પર બેરીકેટ્સ લગાવી દીધા છે. આ પ્રતિબંધોની ટીકા કરતા ટિકૈતે કહ્યું કે, જ્યારે રાજા ડરી જાય છે, ત્યારે તે ગઢને સુરક્ષિત કરે છે. તેણે સૂચન કર્યું કે, તે ત્યાંના રસ્તાઓ પર લાગેલા કાંટાળા ખીલાઓ પર સૂઈ જશે, જેથી બીજા લોકો તેના પર પગ મૂકીને તેમને ઓળંગી શકે.

‘મહાપંચાયત’મા હરિયાણાના બીકેયુના પ્રમુખ ગુરનમસિંહ ચડુની અને પંજાબના બીકેયુ નેતા બલબીરસિંહ રાજેવાલ હાજર રહ્યા હતા. તેમજ 50થી વધુ ‘ખાપ’ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. “મહાપંચાયત” ખાતે પાંચ ઠરાવો પસાર કરાયા હતા. જેમાં નવા કાયદાઓને રદ કરવા, એમએસપી પર કાયદાકીય ગેરંટી આપવી, સ્વામિનાથન કમિશનના અહેવાલનો અમલ કરવો, કૃષિ લોન માફ કરવી અને 26 જાન્યુઆરીએ દિલ્હીમાં બનેલી ઘટનાઓ બાદ ધરપકડ કરાયેલા ખેડૂતોને મુક્ત કરવાનું નક્કી કર્યું હતું.

જિંદમાં ભીડ એટલી કે સ્ટેજ તૂટી ગયો
હરિયાણાના જિંદમાં બુધવારે ચાલતા “મહાપંચાયત” પર કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલનને ટેકો આપવા માટે બીકેયુના પ્રમુખ રાકેશ ટીકૈત અને અન્ય ખેડૂત નેતાઓ ઊભા હતા ત્યારે સ્ટેજ તૂટી ગયો હતો. અનેક ખાપ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ટેકરામ કંડેલાની અધ્યક્ષતામાં સર્વ ભારતીય કંડેલા ખાપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંડેલા ગામમાં ‘મહાપંચાયત’મા ટિકૈતે પોતાનું ભાષણ શરૂ કરતા પહેલા, ખેડૂત નેતાઓ જે સ્ટેજ પર કામચલાઉ ધોરણે ભેગા થયા હતા તે તેમના વજનથી તૂટી પડ્યું હતું. આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી હોવાના કોઈ અહેવાલ નથી. ટીકૈતે આ સભાને સંબોધન કરવા ગયા હતા. પરંતુ આ બનાવથી ચારે તરફ ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ બાદ ટીકૈતે અને આયોજકોએ લોકોને શાંત રહેવા માટે વારંવાર કહેવું પડ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top