Columns

ફકીરની પ્રાર્થના

એક ફકીર મસ્જિદની બહાર સુધી રોજ આવતો અને બહાર જ બેસતો અને કઈ બોલ્યા વિના ઉપર અલ્લા તરફ જોઈ રહેતો.ઘણીવાર સુધી તે આમ બેસતો..ફકીરનો આ રોજનો નિયમ હતો.મસ્જીદ સુધી જવું અને બહાર બેસી ઉપર અલ્લાને જોઈ રહેવું રોજ મસ્જીદમાં આવતા લોકોને પણ નવાઈ લગતી કે રોજ અહીં સુધી આવતા ફકીર મસ્જિદની અંદર કેમ જતા નથી અને અહીંથી પણએક શબ્દ બંદગીમાં બોલતા નથી. એક દિવસ મસ્જિદની બહાર દુકાન ધરાવતાં દુકાનદારે ફકીરને પૂછ્યું, ‘બાબા, હું તમને રોજ જોઉં છું અહીં સુધી રોજ આવો છો પણ ક્યારેય મસ્જિદની અંદર જતા નથી અને ઉપર અલ્લાને ચુપચાપ જોઈ રહો છો પણ બંદગીનો એક શબ્દ બોલતા નથી મેં કયારેય તમારા હોઠ ફફડતા પણ જોયા નથી.આ ક્યાં પ્રકારની પ્રાર્થના છે??’

ફકીર બોલ્યા, ‘પહેલા હું પણ રોજ પોકારી પોકારીને બંદગી કરતો હતો પણ એક દિવસ રાજાના મહેલની ભારથી પસાર થયો ત્યાં મહેલના દરવાજે એક ભિખારી ચુપચાપ ઉભો હતો. રાજાની સવારી નીકળી અને તેમની નજર ભિખારી પર પડી અને તેમને ભિખારીને પૂછ્યું, ‘તારે શું જોઈએ છે ??’ભિખારી બોલ્યો, ‘તમે મને પૂછો છો ?? શું તમને મને જોઇને દેખાતું નથી કે મારા શરીર પર એક જ ફાટેલું વસ્ત્ર છે …ભૂખ્યો છું …તમને મારું દુઃખ દેખાતું નથી તો રાજા શું કામ બન્યા છો ?’રાજાને ભિખારીની વાત સાંભળીને શરમ આવી તેને તરત જ ભિખારી માટે ભોજન ,કપડા અને થોડા પૈસાની વ્યવસ્થા કરાવી…

બસ આ દ્રશ્ય જોયા બાદ હું મારા રાજા એટલે કે મારા ખુદા પાસે કઈ માંગતો નથી મેં ભીખ માંગવાનું બંધ કરી દીધું, આ ભગવાન તો જગતનો રાજા છે એટલે મને શું જોઈએ છે …મારી પાસે શેનો અભાવ છે અને મને શું આપવું જોઈએ તે બધું જ તે જોશે અને જાણશે અને હું જેને લાયક હોઈશ તે મને આપશે.હું ફક્ત સાચા હદયથી રોજ અહીં તેની સામે આવીને ઉભો રહું છું બસ તે મને જુએ એટલું જ બસ છે મારે કઈ માંગવું નથી તે જોશે ..જયારે જોશે અને જે આપશે તે મને મંજુર છે.’ફકીરે પોતાની અજીબ પ્રર્થનાની રીત પાછળનું કારણ સમજાવ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top