Gujarat Election - 2022

100 વર્ષની ઉંમરે પણ હીરા બાએ મતદાન મથકે આવી આપ્યો મત

ગાંધીનગર: ગુજરાતમાં બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. લોકો ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચી રહ્યા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ ત્રણ કલાકમાં 19 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 23.35 ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 16.51 ટકા મતદાન થયું છે. પી.એમ મોદીએ રાણીપ નિશાન સ્કુલમાં મતદાન કર્યું હતું. મતદાન કરવા માટે પી.એમ મોદી ચાલતા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. મતદાન બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. હું દેશના તમામ નાગરિકોનો આભાર માનુ છું. તેમજ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા કરાવવા બદલ હું ચૂંટણીપંચને અભિનંદન પાઠવું છું. પી.એમ મોદીનાં માતા હીરા બાએ ગાંધીનગરમાં મતદાન કર્યું હતું.

100 વર્ષની ઉંમરે પણ મતદાન મથકે આવી મત આપ્યો
હીરા બાએ આજે રાયસણની પ્રાથમિક શાળામાં જઇ મતદાન કર્યું હતું. તેઓની 100 વર્ષની ઉંમર હોવા છતાં મતદાન મથક પર આવીને મત આપ્યો હતો. સામાન્ય રીતે જે મતદારો મતદાન મથક સુધી ન આવી શકતા હોય તેવા મતદારો માટે ચુંટણી પંચે ખાસ ઘરે બેઠા વોટ કરવાની સુવિધા પૂરી પાડે છે. જો કે આ સુવિધા હોવા છતાં હીરા બા વ્હીલચેર પર બેસીને મતદાન મથકે આવી મત આપ્યો હતો.

નાનકડી દિકરીએ લીધા હીરાબાનાં આશીર્વાદ
હીરા બા જ્યાં મત આપવા પહોંચ્યા હતા ત્યાં રાયસણમાં મહેસાણાનો એક પરિવાર સવારથી મતદાન કરવા માટે આવી પહોચ્યો હતો. ત્યારે તેમની સાથે તેમની દીકરી આરાધ્યા પણ હતી. પરિવારની દીકરી આરાધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પરિવાર વહેલી સવારે આઠ વાગ્યાથી હીરાબા મતદાન માટે આવે અને તેમની એક ઝલક જોવા મળે તે માટે રાહ જોઈ રહ્યો હતો.

1 વાગ્યા સુધીમાં 34.74 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે મતદાનનાં બીજા તબક્કામાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 34.74 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં જિલ્લામાં 39 ટકા અને સૌથી ઓછું મહિસાગર જિલ્લામાં 29 ટકા મતદાન થયું છે. મતદાન દરમિયાન અનેક સ્થળોએ EVM ખોટકાયા છે. અમદાવાદના નારણપુરા તથા વડોદરાની પાદરા સીટ પર EVM ખોટકાયા છે. જ્યારે મોડાસાના સીકામાં પણ EVM ખોટવાયું છે. વડોદરના અટલાદરમાં જ્ઞાન વત્સલ સ્વામી સહિત સ્વામીનારાયણના સંતો મતદાન કરવા ઊમટ્યા હતા.

Most Popular

To Top