Charchapatra

ગરીબી હટાવ ને નેતાઓ સ્થપાવ

આ સુત્ર દરેક ઇલેકશનમાં દોહરાવવામાં આવે છે. આ એક જાતનો ગળ્યો ચટ્ટો લોલીપોપ છે. સત્તાધારી બાગડોર સંભાળે છે પછી જનતાનો ભ્રમણ ભાંગી જાય છે. સરકાર ગુનાહિત મૌન ધારણ કરી તાલેવાન અને માલેતુજાર ઉદ્યોગપતિઓ પાસે અબજોના ચૂંટણી ફંડની અવેજીમાં ઉપરોકત ઇસમોને, પ્રજાને લૂંટવાનો પરવાનો તાસકમાં ધરી દે છે. આ રાજકિય મેલી મથરાવટીથી પ્રજા વર્ષોથી રીબાઇ પણ છે. ગામડાનો મજુર વર્ગ જયાં રોટી મળે ત્યાં ભાગે છે. શહેરો ઉભરાય છે. ફૂટપાથ પણ ભાડે અપાય છે. જો સરકાર થોડી પણ અગમચેતી વાપરી નાના મોટા ઉદ્યોગો ગામડાના સિમાડે સ્થાપી દે તો હિજરતનો પ્રશ્ન આપોઆપ ઉકેલાય જાય. બેરોજગારોને થાળે પાડી શકાય. આજે અમુક વર્ગ પાસે સંપત્તિ  એકત્રિત થઇ ગઇ છે. જયારે બાકીની રાંક પ્રજા બે ટાઇમના રોટલા માટે રસ્તે રઝળે છે. જમશેદજી ટાટા જેવી શોચ આપણા મલ્ટી મિનિયોરના મગજમાં આવે તો! લૂંટફાટ, છેતરપીંડી, ભ્રષ્ટાચાર પર આપોઆપ અંકુશ આવી જાય. લોક સેવક નહિ પણ લૂંટારાને ટીકીટ અપાય છે. સત્તા પક્ષનો એક જ મકસદ શામ, દામ, દંડ અને ભેદથી લોકોનું બ્રેઇન વોશ કરી મતો અંકે કરવા.
સુરત              – અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે-

Most Popular

To Top