Vadodara

પાલિકાનું સ્વચ્છતા અિભયાન માત્ર કાગળ પર : શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય

વડોદરા : વડોદરા શહેરમાં પાલિકા દ્વારા મોટી મોટી બાંગ પોકારવામાં આવે છે અમે કામગીરી કરી છે પરંતુ આ કામગીરી પોકળ સાબિત થઇ રહી છે. હજુ માંડ વરસાદ થોડક પણ વરસ્યો નથી ત્યાં તો રોડની કામગીરીની પોલ ખુલ્લી પડી છે. આપને વાત કરીએ તો યમુના મિલ થી કપુરાઈ જવાના રોડ પર તમે ગમે ત્યાં જુવો ત્યાં ખાડા જ ખાડા દેખાય છે જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. વડોદરા શહેરમાં હજી તો માડ 164 મિલી મીટર વરસાદ જ પડ્યો તેમાં તો પાલિકાની પ્રિ મોન્સુનની કામગીરી છતી થઇ ગઈ છે. ત્યારે વડોદરા શહેરના દરેક વિસ્તારોમાં ગંદકી, કાદવ, કીચડથી વડોદરાના શહેરીજનો પાલિકાના વહીવટથી તોબા પોકારી ઉઠ્યા છે.

એટલું જ નહીં શહેરમાં નવા સાત ગામોની સમાવિષ્ટની તો હાલત દયનીય થઈ ગઈ છે અને હજુ પણ ગ્રામ્ય વિસ્તાર હોય તે રીતે જ લોકોને કોઈ સુવિધા આજ દિન સુધી મળી નથી તેવું ગામ લોકોનું કહેવું છે. વડોદરા સેવા સદન દ્વારા ચોમાસા દરમિયાન ભારે વરસાદ થી સંભવિત પુર ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી એક બાજુ મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ સાથે બેઠકો યોજી એક્શન પ્લાન તૈયાર કરવા માટેની જરૂરી સુચના આપે છે પરંતુ બીજી બાજુ ઝોન કક્ષાએ કે પછી વોર્ડ કક્ષાએ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જે કામગીરી થવી જોઈએ તે યોગ્ય રીતે થતી નથી જેને કારણે લોકો પરેશાન થઈ જતા હોય છે.
પાલિકાના વિવિધ વિભાગો વચ્ચે સંકલન ના અભાવને કારણે વિકાસના કામો ઉપર પણ અસર પડતી જોવા મળે છે એટલું જ નહીં પરંતુ રોજબરોજના પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનો કોઈ પણ ઉકેલ આવતો નથી ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે અને વડોદરા શહેરમાં માત્ર 164 mm વરસાદ જ નોંધાયો છે તેમ છતાં વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટની પાછળનો વિસ્તાર હોય કે પછી આજવા રોડ વાઘોડિયા રોડ માંજલપુર જુના પાદરા રોડ તાંદળજા કારેલીબાગ હરણી વારસિયા રીંગરોડ હોય કે પછી પ્રતાપનગર દંતેશ્વર વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં જાદવ કીચડ અને ગંદકીથી ભરેલા જોવા મળી રહ્યા છે. તેને કારણે વડોદરા શહેરીજનોમાં રોગચાળાનો ભય પણ ઉભો થયો છે. એટલું જ નહીં કોર્પોરેશનની હદમાં આઉટ ગ્રોથ વિસ્તાર અને નવા જે ગામોનો ઉમેરો થયો છે ત્યાં પણ પ્રાથમિક સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેર ની હદમાં સમાવેશ થયો હોવા છતાં પણ કાદવ કિચડની પરિસ્થિતિ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર જોવા મળી રહી છે છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ ઉકેલ આવતો નથી.

Most Popular

To Top