World

એલોન મસ્કે ટ્વિટર પર પીએમ મોદીને ફોલો કર્યા

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરના માલિક ઈલોન મસ્કે (Elon Musk) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Narendra Modi) ટ્વિટર પ્લેટફોર્મ પર ફોલો કરવાનું શરૂ કર્યું છે. ટ્વિટર પર લગભગ 134.3 મિલિયન લોકો મસ્કને ફોલો કરે છે. તેની સરખામણીમાં મસ્ક માત્ર 194 લોકોને ફોલો કરે છે. જેમાં હવે પીએમ મોદીનું નામ પણ ઉમેરાયું છે. ઈલન મસ્કના લિસ્ટમાં સોમવારે પીએમ મોદીનું નામ પણ જોડવામાં આવ્યું હતું. મોટી વાત એ છે કે મસ્ક પોતાના જ દેશના રાષ્ટ્રપતિ જો બિડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વિટર પર ફોલો કરતા નથી.

  • ઈલોન મસ્કે ટ્વિટર પર પીએમ મોદીને ફોલો કર્યા
  • મસ્ક પોતાના જ દેશના રાષ્ટ્રપતિ જો બિડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વિટર પર ફોલો કરતા નથી

આ પહેલા ઈલોન મસ્ક ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરનાર વ્યક્તિ બન્યા હતા. એલોન મસ્ક $193 બિલિયનથી વધુની નેટવર્થ સાથે વિશ્વના બીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ છે. આ મહિને તેઓ વિશ્વમાં સૌથી વધુ અનુસરવામાં આવતા વ્યક્તિ પણ બન્યા છે. મસ્કને ટ્વિટર પર લગભગ 134.3 મિલિયન લોકો ફોલો કરે છે. 51 વર્ષીય એલોન મસ્કે ફોલોઅર્સની બાબતમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ પાછળ છોડી દીધા છે.

આ પહેલા 4 એપ્રિલે એલોન મસ્કે ટ્વિટરનો આઇકોનિક લોગો બદલ્યો હતો. ત્યારબાદ ટ્વિટરના ડેસ્કટોપ યુઝર્સને બ્લુ બર્ડને બદલે કૂતરાની તસવીર દેખાઈ રહી હતી. ખુદ એલોન મસ્કે પણ આ અંગે એક ટ્વિટ કર્યું છે. બે દિવસ પછી ટ્વિટરનું પક્ષી ફરી પાછું આવી ગયું હતું.

Most Popular

To Top