National

Vivo સહિત અનેક ચીની કંપનીઓ પર EDનાં દરોડા, દેશભરમાં 44 સ્થળો પર કાર્યવાહી

નવી દિલ્હી: ભારતમાં કાર્યરત Vivo સહિતની ચીની કંપનીઓ પર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. EDની ટીમે દેશભરમાં Vivo અને તેની સંબંધિત કંપનીઓના 44 સ્થળો પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે દરોડા પાડવામાં આવ્યા છે અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે સીબીઆઈ પણ તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, ચીની કંપનીઓ પહેલાથી જ ભારતીય તપાસ એજન્સીઓના નિશાના પર છે.

નાણાકીય અનિયમિતતાનો છે મામલો
આ વર્ષે મે મહિનામાં સામે આવ્યો હતો, ચીનની કંપનીઓ ZTE કોર્પ અને Vivoને નાણાકીય અનિયમિતતાઓને કારણે તપાસનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત Xiaomi Corp. પણ તપાસ હેઠળ છે. વાસ્તવમાં, ભારત અને ચીન વચ્ચે સરહદ પર ઘર્ષણ પછી, ભારત સરકારે ચીની કંપનીઓ પર કડક વલણ અપનાવ્યું છે. ત્યારથી, Tiktok સહિત 200 થી વધુ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કંપની પાસેથી થઇ ચુકી છે 220 કરોડની વસૂલાત
અગાઉ, રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે ગુરુગ્રામમાં સ્થિત HSBC બેંકના ખાતાને મોબાઈલ ફોન ઉત્પાદક Vivo India Pvt Ltd સાથે જોડીને રૂ. 220.13 કરોડની વસૂલાત કરી છે. વર્ષ 2020માં નિયમોનું ઉલ્લંઘન કરીને ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે રૂ. 110.06 કરોડથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના કિસ્સામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર 2020 સુધીમાં કંપની દ્વારા ફાઇલ કરવામાં આવેલા GST રિટર્નની ચકાસણી કરવામાં આવી હતી. ડેટા મૂલ્યાંકનના આધારે, એવું જાણવા મળ્યું છે કે ફાઇલ કરેલા રિટર્નમાંથી ITC પર રૂ. 110.06 કરોડથી વધુનો દાવો કરવામાં આવ્યો છે. અનિયમિતતાના આધારે સેક્ટર ઓફિસર વતી કંપનીને સેક્શન-74 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. 7 એપ્રિલ 2021ના રોજ, ડેપ્યુટી કમિશનર, ડિવિઝન-2, ગૌતમ બુદ્ધ નગર જિતેન્દ્ર પ્રતાપ સિંઘે કંપની વિરુદ્ધ ITCની રકમની સાથે સમાન દંડની રકમ જમા કરાવવાનો આદેશ જારી કર્યો હતો. કંપનીએ આ આદેશ સામે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી, પરંતુ કોર્ટને કોઈ રાહત મળી ન હતી.

Most Popular

To Top