SURAT

અમદાવાદ, ગાંધીનગર, રાધનપુરની સટ્ટા બેટિંગની ઓફિસો પર પણ દરોડા

સુરત : ઇકોનોમી સેલ (Eco Cell ) દ્વારા ઇન્ટરનેશનલ (International) બેટિંગ (Batting) રેકેટમાં (Racket)કરવામાં આવી રહેલી તપાસનો આંકડો બે હજાર કરોડને પાર થઈ ગયો છે. તેમાં હજુ પચાસ ટકા બેંક એકાઉન્ટ તપાસવાના બાકી હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત જે વિગત જાણવા મળી છે તેમાં સુરતની જેમજ હુઝેફા મકાસરવાળાના મોબાઇલ ફોનની તપાસને આધારે રાધનપુર અને અમદાવાદમાં ઓફિસો ખોલવામાં આવી હતી. આ ઓફિસમાં પણ કરોડોના ટ્રાન્જેકશનો મેળવવાની શકયતા ઇકો સેલ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આરોપી હુઝેફાએ અલગ અલગ વ્યક્તિઓને આરોપી હરીશ ચૌધરી અને ઋષિકેશ પાસેથી મેળવેલા ડમી બેન્ક એકાઉન્ટ નંબરોના સીમકાર્ડો મોકલેલ હોવાનું જણાતા તેની પુછપરછમાં રાધનપુર ખાતે કનુભાઇ ઠાકોર, નરેશભાઇ દરજી, ભીખાભાઇ વ્યાસ તેમજ અમદાવાદ ખાતે પાર્થ ભટ્ટ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાની વિગત જાણવા મળી છે.

સુરતના હર્ષદ મહેતા પણ મોસ્ટ વોન્ટેડ હોવાની વિગત જાણવા મળી
આ ઉપરાંત સુરતના હર્ષદ મહેતા પણ મોસ્ટ વોન્ટેડ હોવાની વિગત જાણવા મળી છે. આ હર્ષદ મહેતા સીટી જીમખાના સાથે સંકળાયેલા આગેવાનનો ભત્રીજો છે. સટ્ટાના નાણાં મારફત ભૂતકાળમાં કોવિડમાં દાન કરવાનું નાટક આ ઇસમ દ્વારા કરવામાં આવ્યું હોવાની વિગત જાણવા મળી છે.ત્રણ આરોપીઓ વિદેશમાંથી મળતી સૂચના પ્રમાણે 15 હજાર માસિક પગારે કામ કરતા હતા.

પાર્થ હર્ષદભાઇ ભટ્ટ એપ્લિકેશનમાં કામ કરવા માટે મહીને રૂ.૫૦,૦૦૦ પગાર મળતો હતો
આરોપી પાર્થ હર્ષદભાઇ ભટ્ટ પણ કિશન અને હરેશ ચૌધરી તથા તેઓના અન્ય માણસોના સંપર્કમાં રહી T20 Exchange નામની એપ્લિકેશનમાં ચાલુ મેચ દરમ્યાન જે કોઇ મેચના ભાવ આવે તેમાં કોઇ ફેરફાર થાય તો તે બાબતે કિશન અને હરેશ ચૌધરીને જણાવી સદર T20 Exchange નામની એપ્લિકેશનનું સંચાલન કરવાનું કામ કરતો હોવાનું તેમજ T20 EXCHANGE.com નામની એપ્લિકેશનમાં કામ કરવા માટે મહીને રૂ.૫૦,૦૦૦ પગાર પાર્થ હર્ષદભાઇ ભટ્ટને ચુકવવામાં આવતો હોવાનું પ્રાથમિક તબક્કે જણાઇ આવેલ છે.વધુ તપાસ હાલમા ચાલુ છે.

Most Popular

To Top