National

લખનઉમાં ભૂકંપના આંચકા અનુભાવાયા, રિક્ટર સ્કેલ પર 5.2 તીવ્રતા નોંઘાઈ

લખનઉ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લખનઉ (Lucknow) અને સીતાપુર (Sitapur) સહિત અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. રાત્રે લગભગ 1.16 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ લખનઉથી 139 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં 82 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. ભૂકંપનું એપીસેન્ટર નેપાળના સનોશ્રી તારાતલમાં રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ભૂકંપના આંચકાની અસર ચીનના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

લખનઉમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભાવાતા લોકો જાગી ગયા હતા. અને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરતા લોકો પણ ગભરાઈને પંડાલોમાંથી બહાર આવી ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે કેટાલાક સમય સુધી ઘરનો સામાન જેવો કે ફ્રિજ, કૂલર, સહિતીની ઘણી વસ્તુઓ ધ્રુજતી રહી હતી. જો કે હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી.

સીતાપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
સીતાપુરમાં લોકો જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા હતા. લોકોના જણાવ્યા અનુસાર કાન્હાનો જન્મ થતાં જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે લગભગ 1.16 કલાકે અચાનક ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. લોકોએ જણાવ્યું કે આંચકો એટલો જોરદાર હતો કે ઘરોમાં રાખેલા કુલર અને ફ્રીજ થોડીવાર માટે ધ્રૂજી ગયા. થોડી જ વારમાં બધા સગા-સંબંધીઓના અહીં-તહીંથી ફોન આવવા લાગ્યા. લોકોએ જણાવ્યું કે ભૂકંપના આંચકા થોડા સમય સુધી રહ્યા હતા. તે પછી તે શાંત થઈ ગયો. જેના કારણે લોકો લાંબા સમય સુધી જાગતા રહ્યા અને ગભરાઈને રોડ પર નીકળી આવ્યા હતા.

5.2 તીવ્રતાનો ભૂકંપનો એપી સેન્ટર નેપાળ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ભૂકંપના આંચકા બહરાઈચમાં પણ અનુભવાયા હતા. લોકોએ જણાવ્યું કે જન્માષ્ટમી જોઈને પરત ફર્યા બાદ જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા ત્યારે તેમને ધ્રુજારીનો અનુભવ થયો હતો. લોકોના જણાવ્યા અનુસાર આ ઘટના લગભગ 1:15ની આસપાસ બની હતી.

આ સ્થળોએ પણ અનુભવાયો
ભૂકંપના આંચકા, મુરાદાબાદમાં બપોરે 1.30 વાગ્યાની આસપાસ આંચકા અનુભવાયા છે. ઉત્તર પ્રદેશ અને દિલ્હીના અન્ય જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું કહેવાય છે. મળતી માહિતી અનુસાર, ચીનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપની અસર અનુભવાઈ છે.  જો કે છેલ્લા કેટલાક દિવસોમાં આ બીજી વખત છે જ્યારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. આ પહેલા ઉત્તરાખંડના પિથોરાગઢ વિસ્તારમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. 

ઉત્તરાખંડમાં આંચકા
આ પહેલા શુક્રવારે ઉત્તરાખંડના પિથોરાગઢ વિસ્તારમાં હળવા આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો ભૂકંપ હતો. જમ્મુ અને કાશ્મીરના હેનલે ગામની દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં રિક્ટર સ્કેલ પર 3.1 માપનો બીજો ભૂકંપ આવ્યો, NCS એ જણાવ્યું હતું.

Most Popular

To Top