SURAT

વરસાદી માહોલ સર્જાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં થયો આટલો વધારો

સુરત: દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં (Bengal Creeks) સર્જાયેલા લૉ પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. બીજા દિવસે પણ સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં ઠેરઠેર હળવો વરસાદ (Rain) વરસી રહ્યો છે. આ સાથે જ ઉપવાસ વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં છેલ્લા કેટવાક દિવસથી વધઘટ નોંધાઈ રહી છે. ત્યારે બે દિવસીય વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો હતો. ઉકાઈ ડેમ છલોછલ ભરાયેલો છે અને બીજી તરફ ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ પડતા નવા પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસના ઉકાઈ ડેમના સંલગ્ન કેચમેન્ટ વિસ્તારમાં 19 ગેજ સ્ટેશનોમાં 359 મીમી વરસાદ નોંધાતા ઉકાઈ ડેમની આવકમાં સવારે 11 વાગ્યે વધારો નોંધાયને 65,595 ક્યુસેક થતાં ઉકાઈ ડેમમાંથી 52,422 ક્યુસેક પાણી છોડવાનું ચાલુ કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ફરી વરસાદ શરૂ થયો છે અને આ સાથે જ હાથનુર ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં પણ વધારો કરાયો છે. હથનૂર ડેમમાંથી 39 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ સિવાય પ્રકાશા ડેમમાંથી પણ 58,658 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેથી ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે.

ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થઈ બપોરે 2 વાગ્યા સુધીમાં 345.09 પર પહોંચી ગઈ છે. ઉકાઈ ડેમ છલોછલ ભરાયેલો હોય અને તેની સપાટીને મેન્ટેન કરવા માટે ડેમમાંથી 52,422 ક્યુસેક પાણીનો ડિસચાર્જ કરવામાં આવ્યો છે. ચોમાસાની વિદાય બાદ પણ ઉકાઈ ડેમના ઉપરવાસમાં કમોલમી વરસાદ વરસતા પાણીની આવકમાં વધારો નોંધાયો છે. હવે જ્યારે ડેમની જળસપાટી ભયજનક લેવલે 345.09 પહોંચી જતા તંત્ર દ્વારા પાણીનો સંગ્રહ કરીવા માટે ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. ડેમની જળસપાટી ભયજનક સપાટીએ પહોંચતા ઉકાઈ ડેમનું તંત્ર એલર્ટ બની ગયું છે.

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો, જાણો હજી કેટલા દિવસ રહેશે વરસાદ
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) નવરાત્રિ (Navratri) બાદ વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ચોમાસા (Monsoon) જેવા વરસાદ પડી રહ્યો છે. જો કે ચોમાસાની વિદાય બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પસરી છે. હવામાન વિભાગે નવરાત્રિમાં વરસાદ પડશે તેવી આગાહી કરી હતી, જો કે નવરાત્રિના નવ દિવસ વીત્યા બાદ વરસાદ પડ્યો હતા. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં બીજા દિવસે પણ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.

Most Popular

To Top