Gujarat

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 20 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન

ગાંધીનગર : રાજ્યમાં તમામ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (School) વેકેશનની (Vacation) તારીખ એક સરખી રહે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તા. 20 ઓક્ટોબર 2022 થી 9 નવેમ્બર 2022 સુધી કુલ 21 દિવસનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્યના પ્રાથમિક નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ શાસનાધિકારીઓને પરિપત્ર દ્વારા આ અંગેની જાણ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સંકલનમાં રહી સૂચવ્યા મુજબના વેકેશનની તારીખ જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક સરખી રહી શકે. સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિભર, અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓમાં પણ આ મુજબનું વેકેશન રહેશે.

Most Popular

To Top