SURAT

સુરત-ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો.ની 21 બેઠકની ચૂંટણી માટે 41 ઉમેદવારો મેદાનમાં

સુરત: ધી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની કારોબારીની 21 બેઠકો માટે 7મી ફેબ્રુઆરીએ મતદાન થશે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ સુધી બંને પેનલના આગેવાનોએ એકબીજાના ફોર્મ રદ્દ થાય અથવા ખેંચાવી લેવા માટે ભરચક પ્રયાસો કર્યા હતા.

તેને પગલે કનૈયાભાઇ કોન્ટ્રાક્ટર અને હેમંત કોન્ટ્રાક્ટરની આગેવાની હેઠળની સત્તાધારી સ્ટેડિયમ પેનલના 20 ઉમેદવારો રહ્યા હતા. જ્યારે વિપુલ મુન્શી-કમલેશ પટેલની પેનલના 21 ઉમેદવારો રહ્યા હતા.

એસડીસીએની ચૂંટણીમાં 21 મતો ફરજિયાત નાખવાનો નિયમ હોવાથી સ્ટેડિયમ પેનલે તેમની પાસે 20 ઉમેદવાર હોવાથી 1 ઉમેદવાર હરીફ પેનલમાંથી ઉપાડી ફરજિયાત તેને મત અપાવવો પડશે. ચર્ચા એવી છે કે આ ગણતરીમાં એસડીસીએના એક માજી સેક્રેટરીને બન્ને તરફથી મતો મળે તેવી શક્યતા જોવાઇ રહી છે. સ્ટેડિયમ પેનલે 21મો વધારાનો ઉમેદવાર શોધવા તડજોડ કરી હોવાની ચર્ચા છે

ચૂંટણી અધિકારીએ પ્રથમવાર ઉમેદવારના એજન્ટને મતદાનના દિવસે બેસાડવાની મંજૂરી આપી
એસડીસીએના ઇતિહાસમાં પ્રથમવાર ચૂંટણી અધિકારી આર.ડી. દેસાઇએ પારદર્શી રીતે લોકતાંત્રિક પધ્ધતિથી મતદાન થાય તે માટે ઉમેદવારના એજન્ટને મતદાનના દિવસે બેસાડવાની મંજૂરી આપી છે. સાથેસાથે 2017ની ચૂંટણીમાં મત ગણતરીને લઇને થયેલા આક્ષેપોને પગલે મતગણતરીની સંપૂર્ણ પ્રક્રિયા ચાલુ વર્ષે સીસીટીવી કેમરાની નિગરાની હેઠળ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top