Business

તેજીમાં કરોડો કમાતા હીરાવાળા સહેજ તકલીફ આવતા રત્નકલાકારો સાથે આવું વર્તન કરવા માંડ્યા

સુરત: કોરોના અને લોકડાઉનના વિકટ સમયમાં પણ સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગમાં ઓટ આવી નહોતી, પરંતુ આજે સામાન્ય દિવસોમાં આ ઉદ્યોગ તકલીફમાં મુકાયો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં સુરત અને મુંબઈના હીરાના કારખાનાઓમાં ઉત્પાદન કાપ મુકી દેવામાં આવ્યો છે. રત્નકલાકારો પાસે ઓછું કામ લેવામાં આવી રહ્યું છે. તેજીમાં કમાઈ લેતાં શેઠિયાઓ હાલમાં રત્નકલાકારો પાસે ઓછું કામ લઈ રહ્યાં છે જેના લીધે શેઠિયાઓને તો કોઈ ફરક પડતો નથી પરંતુ રત્નકલાકારોની આર્થિક સ્થિતિ ડામાડોળ થવા માંડી છે.

  • પોલિશ્ડનો ભરાવો અને રફની ઊંચી કિંમતને લીધે કારખાનેદારો મુશ્કેલીમાં
  • સુરત-મુંબઈના હીરા ઉદ્યોગમાં સપ્તાહમાં બે દિવસનો ઉત્પાદન કાપ મુકાયો
  • હીરા કેટલાક કારખાનેદારોએ કામના કલાકો ઘટાડી 12ના 6 થી 8 કલાક કર્યા
  • કામના કલાકો ઘટાડી દેવાતા રત્નકલાકારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા

કોરોનાની (Corona) બીજી લહેર પછી એક વર્ષ સુધી હીરા ઉદ્યોગમાં (Diamond Industry) તેજી (Boom) જોવા મળી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ (RussiaUkraine War) લાંબુ ચાલતાં આ તેજીને બ્રેક (Break) લાગી છે. જોકે હીરા ઉદ્યોગના જાણકારો કહે છે કે, તેજી લાંબી ચાલતા ડાયમંડ મેન્યુફેક્ચર્સ (Diamond Manufacturers) દ્વારા બાર-બાર કલાકની બે પાળીમાં તૈયાર હીરાનું પ્રોડક્શન (Diamond Production) ચાલુ રાખવામાં આવતા સુરત-મુંબઈમાં તૈયાર હીરાનો ભરાવો થયો છે. મોટી કંપનીઓએ પણ ફરજીયાત રવિવારની રજા આપવાનું ચાલુ કર્યું છે. જ્યારે કેટલીક કંપનીઓએ કામના કલાક ઘટાડી 12ના 6 થી 8 કલાક કરી દેતા વધતી મોંઘવારીમાં રત્નકલાકારોની (Diamond Worker) હાલત કફોડી થઈ છે.

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જિલરીયાએ જણાવ્યું હતું કે, સુરતમાં હજી કોઈએ કારખાનાઓ બંધ કર્યા નથી. ક્યાંક સાપ્તાહિક રવિવારની રજા તો ક્યાંક વિકેન્ડ શનિ-રવિવારની રજા રાખવામાં આવી છે, કેટલાક કારખાનેદારોએ કામના કલાકો ઘટાડયા છે. જેમાં કારીગરોને કારમી મોંઘવારીમાં મોટું નુકસાન જશે. આ મામલે વધુ વિગતો મેળવી લેબર વિભાગને રજૂઆત કરવામાં આવશે. હીરા ઉદ્યોગના જાણકારો કહે છે કે, પોલિશ્ડની ડિમાન્ડ સ્લો થઈ છે અને ભાવો વધ્યા નથી. બીજી તરફ ઘટતી ડિમાન્ડ સામે રફ ડાયમંડના ભાવો વધ્યા છે. ત્રીજું કારણ સુરત-મુંબઈમાં તૈયાર હીરાનો ખૂબ ભરાવો થયો છે.

Most Popular

To Top