Sports

બે મહિના દુ:ખાવા સાથે રમતો રહ્યો ધોની, IPL જીત્યા બાદ મુંબઈમાં કરાવ્યું ઘૂંટણનું ઓપરેશન

મુંબઈ: ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ (MSDhoni) ગુરુવારે તા. 1 જૂન આજરોજ ઘૂંટણની સર્જરી (KneeSurgery) કરાવી હતી. IPLની 16મી સિઝનમાં તે ઘૂંટણના દુ:ખાવાથી પીડાતો જોવા મળ્યો હતો. IPL જીત્યાના 48 કલાકની અંદર તેણે મુંબઈમાં ડૉક્ટરની સલાહ લઈ ઓપરેશન કરાવ્યું છે. ધોનીએ એ જ ડૉક્ટર પાસે ઓપરેશન કરાવ્યું જે ડોક્ટરે વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની સારવાર કરી હતી. 

ધોની બુધવારે (31 મે) ના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં તેના ઘૂંટણની સારવાર માટે હતો. ગુરુવારે સવારે આઠ વાગ્યે તેમનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ ડૉ.દિનશા પારડીવાલા પાસે સર્જરી કરાવી હતી.

ડો. દિનશા સ્પોર્ટ્સ ઓર્થોપેડિક્સના નિષ્ણાત તેમજ હોસ્પિટલમાં સ્પોર્ટ્સ મેડિસિનના ડિરેક્ટર છે. તે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતની પણ સારવાર કરી રહ્યાં છે. ડો. દિનશાએ 2019માં ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનું પણ ઓપરેશન કર્યું છે. સ્પેશિયાલિસ્ટ હોવાની સાથે તેઓ હોસ્પિટલના સ્પોર્ટ્સ મેડિસિન ડાયરેક્ટર પણ છે. 

તે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતની પણ સારવાર કરી રહ્યાં છે. તેણે 2019માં ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનું પણ ઓપરેશન કર્યું છે. સ્પેશિયાલિસ્ટ હોવાની સાથે તેઓ હોસ્પિટલના સ્પોર્ટ્સ મેડિસિન ડાયરેક્ટર પણ છે. તે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતની પણ સારવાર કરી રહ્યા છે. તેણે 2019માં ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનું પણ ઓપરેશન કર્યું છે.

IPLની પહેલી જ મેચમાં ધોનીને ઈજા થઈ હતી
મહેન્દ્ર સિંહ ધોનીને IPL શરૂ થઈ ત્યારે પહેલી જ મેચમાં ઈજા થઈ હતી. ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં ધોનીને ઘૂંટણમાં મોટી ઈજા થઈ હતી. ગુજરાતની ઈનિંગની 19મી ઓવરમાં ધોનીએ દીપક ચહરના બોલને રોકવા માટે ડાઈવ લગાવી હતી ત્યારે તેને ઈજા થઈ હતી. તે પગ પકડીને બેસી ગયો હતો. ત્યાર બાદ ઉભા થઈ તેણે વિકેટ કિપીંગ કર્યું હતું.

તે સમયે ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટીફન ફલેમિંગે ધોનીની ઈજા વિશે કહ્યું હતું કે ધોનીને ઘૂંટણમાં ઈજા થઈ છે. તે દુ:ખાવાથી હેરાન છે. છતાં તેણે રમવાનો નિર્ણય લીધો છે. ધોની ત્યાર બાદ આખીય સિઝનમાં ડાબા પગના ઘૂંટણ પર પટ્ટી બાંધીને રમતો રહ્યો હતો. દુ:ખાવો વધારે ન થાય તે માટે તે નીચલા ક્રમ પર બેટિંગ પર આવતો હતો જેથી રનિંગ બીટવીન ધ વિંકેટ માટે દોડવું નહીં પડે. તે મોટા શોટ રમતો જ જોવા મળ્યો હતો. આવો અસહ્ય દુ:ખાવો બે મહિના સુધી સહન કર્યા બાદ IPL માં જીત મેળવી હતી અને ત્યાર બાદ ધોનીએ ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું છે.

Most Popular

To Top